BANASKANTHAPALANPUR

અસાલડી ખાતે પ્રજાપતિ પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીની રમેલ તથા મેલડી માતાજીનો ચંડી યજ્ઞ યોજાયો

9 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર

હારીજ તાલુકાના અસાલડીના રહીશ લક્ષ્મણભાઈ વીરચંદભાઈ પ્રજાપતિ (તેરવાડીયા) પરિવાર વર્ષોથી મહેસાણા ધંધાર્થે સ્થાયી થયેલ.જેઓની મનોકામના પૂર્ણ થતાં સવંત ૨૦૭૯ ના મહાવદ ૩ – ને બુધવાર તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીની રમેલ તેમજ મહાવદ-૪ ને ગુરૂવાર તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ સવારે શ્રી મેલડી માતાજીનો ચંડી યજ્ઞ માદરે વતન અસાલડી ખાતે યોજાયો હતો.શાસ્ત્રીશ્રી ત્રિવેદી હર્ષદભાઈ સંજયભાઈ મહેસાણાવાળા ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી રાણકપુર ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સુરેશભાઈ એલ. પ્રજાપતિ તથા જયશ્રીબેન એસ.પ્રજાપતિ ના યજમાન પદે સવારે ૮ થી બપોરે ૧-૪૫ કલાક સુધી હવન યોજાયો.બપોરે ૧-૪૫ કલાકે હવન કુંડીમાં નાળિયેર હોમી માની આરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડેલ.આ પાવન અવસરે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવાજી લક્ષ્મણભાઈ વીરચંદભાઈ પ્રજાપતિ,શ્રી મેલડી માતાજીના ભુવાજી દલપતભાઈ છગનભાઈ પ્રજાપતિ,પઢીયાર ભુવાજી વિરચંદભાઈ ઉકાભાઈ પ્રજાપતિ, શંભુપુરી ગૌસ્વામી સૂબાપુરા, ભુવાજી દેવજીભાઈ પ્રજાપતિ સૂબાપુરા,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના મંત્રી દશરથભાઈ પ્રજાપતિ, રવિભાઈ પટેલ કાટેડીયા, ભાણાભાઈ પ્રજાપતિ ખાણોદર, ગણપતભાઈ પ્રજાપતિ અસાલડી,રાજુભાઈ પ્રજાપતિ અસાલડી,દિનેશભાઈ ડી. પ્રજાપતિ સહિત અનેક ભુવાજીઓ,ગામજનો,સગા સંબંધીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.નટવર .કે .પ્રજાપતિ એ આ અંગે જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!