DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રામાં મારવાડાનાં દંગા વિસ્તારમાં એક વર્ષથી બોકસ ગટરનું કામ બંધ હાલતમાં

તા.11/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 9માં આવેલા મારવાડાના દંગા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી બોક્સ ગટરનું નિર્માણ કાર્ય અધૂરું છે વર્ષ 2022માં ખુલ્લી ગટરને બોક્સ ગટરમાં ફેરવવા માટે મંજૂરી મળ્યા બાદ કામ શરૂ થયું હતું પરંતુ તે અધવચ્ચે જ અટકી ગયું છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના મતે અધૂરી ગટરને કારણે આસપાસના રહેવાસીઓને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડે છે ખાસ કરીને વરસાદી મોસમમાં ગંદકી અને દુર્ગંધની સમસ્યા વકરે છે આ અંગે તે સમયના સુધરાઈ સભ્ય અને હાલના નગરપાલિકા પ્રમુખ દામિનીબેન ગોવાણીને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આના પરિણામે વિસ્તારના લોકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને તેઓ વહેલી તકે ગટરનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે આ અંગે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતોના આધારે સંબંધિત કોન્ટ્રાક્ટરને અધૂરું કામ પૂર્ણ કરવા માટે નોટિસ આપવામાં આવી છે તેમણે ઉમેર્યું કે, શક્ય તેટલી વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!