BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચમાં ઉતરાયણની ધામધૂમથી ઉજવણી: પતંગરસિયાઓ ધાબા પર જામ્યા, ઉંધિયા-જલેબીની મોજ માણી


સમીર પટેલ, ભરૂચ
મકર સંક્રાંતિના પાવન પર્વે ભરૂચ જિલ્લામાં ઉતરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાં આ પવિત્ર દિવસની ઉજવણી માટે વહેલી સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા હતા. નાના બાળકોથી માંડીને યુવાનોએ પતંગ ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું.
ઉતરાયણની ઉજવણીમાં ભરૂચ જિલ્લામાં ઉંધિયા પાર્ટીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બે દિવસ સુધી ચાલનારા આ પર્વમાં જિલ્લાવાસીઓએ ઉંધિયા અને જલેબીની મીઠી મહેફિલ માણશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાએ પણ તેમના મિત્રો સાથે પતંગ ઉડાડી જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ, સમગ્ર જિલ્લામાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.





