જેલોમાં પુરુષ, મહિલા અને હવે તો વ્યંઢળો પણ કેદી તરીકે આવે છે – એમ.એમ.દવે નિવૃત જેલર

તા.04/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જેલની ચાર દીવાલો વચ્ચેની પોઝિટિવ વાતો તમારી સાથે શેર કરું છું. આજે એક સાવ નવી વાત કરવી છે કે સામાન્ય લોકો એવું માનતા હોય કે જેલોમાં ગુન્હો કરીને પુરુષો અને મહિલાઓ જ આવતા હોય છે પણ હવે તો વ્યંઢળો પણ આરોપી તરીકે ગુન્હો કરીને જેલમાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં ડરપોક કે હિંમત વિનાના પુરુષો માટે લોકો ગુસ્સામાં કે મજાકમાં કે કટાક્ષમાં હિઝડો, પાવૈયો કે છક્કો કે ફાતડા જેવા શબ્દ પ્રયોગ કરતા હોય છે પણ થર્ડ જેન્ડર માનવ પ્રજાતિ માટે સાંસ્કૃતિક શબ્દ વ્યંઢળ છે જેઓ કુદરતી રીતે પૂર્ણ પુરુષ નથી હોતા પૂર્ણ સ્ત્રી પણ નથી. આ સમાજમાં તરછોડાયેલ માનવી છે સમાજમાં એમની ઉપેક્ષા થાય છે. તેઓ શિક્ષણથી સરકારી નોકરીથી રોજગાર ધંધાથી વંચિત રહે છે. એમની સાથે કોઈ સામાજિક સબંધો રાખવા રાજી નથી હોતું એટલે તેઓ સમાજમાં માન સન્માનથી જીવી શકે એટલે બુધ્ધિજીવી લોકો દ્વારા ભારતમાં એમને “માતાજી”નો દરજ્જો આપી એમનું સન્માન જળવાય એવી વ્યવસ્થા કરવામાં તો આવી છે પણ છતાં એમનું રહેણાક અલગ હોય છે એમનો સમાજ અલગ હોય છે.તેઓ ગુરુ શિષ્યની પરંપરામાં સમૂહમાં અખાડો કે મઠમાં રહેતા હોય છે. એમનો જીવન નિર્વાહ (ભિક્ષા) માગીને કરતા હોય છે કે ઘણા સેક્સ વર્કર તરીકે પણ કામ કરતા હોય છે. બક્ષીસ માંગવાનો એમનો હક્ક છે એમ સમજી લોકો એમને સ્વેરછાએ પ્રસંગોપાત બક્ષીસ રૂપે પૈસા આપતા હોય છે. જાહેર રસ્તાઓ ઉપર રેલવે ફાટક ઉપર ટોલનાકા ઉપર ટ્રેનમાં બસમાં અને કોઈના ઘેર પુત્રજન્મ વખતે કે લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા અને ખાસ બક્ષીસ લેવા હકથી પહોંચી જવાની પરંપરા છે. પણ છેલ્લા અમુક વરસોથી વ્યંઢળોની બક્ષીસ માંગવાનો ટ્રેન્ડ બદલાયો છે. વ્યંઢળો હવે ધીમે ધીમે આક્રમક બનતા જાય છે. બક્ષીસ એમનો જન્મસિધ્ધ અધિકાર સમજીને દાદાગીરીથી તગડી રકમની ખંડણીની જેમ માંગણી કરે છે. ઘણા વ્યંઢળો પાસે મોંઘી ગાડીઓ છે. સારા કીમતી મોબાઈલ ટુ વ્હીલર અને એમના અખાડામાં એસી જેવી સુવિધા હોય છે. હવે એ વ્યંઢળ લોકોને બક્ષિસમાં કોઈ મોટી રકમ આપવાનો યજમાન ઇનકાર કરે તો હવે ઝગડા કરે છે દાદાગીરી કરે છે. કોઈના શુભ પ્રસંગે શોરબકોર કરવો જોર જોરથી તાળીઓ, ટપાકા વગાડી તમાશો કરવો, જાહેરમાં કપડા ઊંચા કરવા નગ્ન પ્રદર્શન કરવું, યજમાનને જાહેરમાં માનસિક ત્રાસ આપવો વિગેરે પ્રકારે એવું જાહેરમાં વરવું પ્રદર્શન કરી પોતાને કુદરતે કરેલ સજા બદલ લોકોને ઇમોશનલ બ્લેકમિલ કરે છે. આ બધું ઘણા સમયથી વધી ગયું છે એટલે જે લોકો એમને માનની નજરે જોતા હોય એમની સાથે જગડા કરે છે. ઘણીવાર ટોલનાકા ઉપર રસ્તા વચ્ચે ઊભા રહી રસ્તો રોકી ફરિજયાત પૈસા ઉઘરાવતા જોવા મળે છે કોઈ પૈસા ન આપે તો જબરજસ્તી કરે છે ત્યારે કંટાળીને કોઈ ઘણીવાર પોલીસને જાણ કરે છે.ત્યારે વ્યંઢળો વિરુધ્ધ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડે છે. અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા તો એક જાહેરનામુ બહાર પાડવામાં આવેલ કે કોઈ વ્યંઢળોને જબરજસ્તી નાણાની માંગણી કરવાનો કોઈ હક્ક નથી જરૂર જણાય તો પોલીસને 112 ઉપર જાણ કરવી વ્યંઢળોના આવા બદલાયેલા વલણને કારણે અમદાવાદ અને વડોદરા અને સુરત જેવા મેગા સીટીમાં તો પૈસાની હરીફાઈ અને વર્ચસ્વની લડાઈમાં વ્યંઢળોની ગેંગો સક્રિય થઈ છે. હત્યા કે હત્યાની કોશિસ અને મારામારી અને લૂંટ જેવા ક્રાઈમમાં વ્યંઢળો જેલમાં પણ આવે છે. વ્યંઢળોના બે જૂથ વચ્ચે વૈમનસ્ય વધી જતા અમદાવાદ સાબરમતી અને વડોદરા જેલમાં વ્યંઢળો આરોપી તરીકે આવતા જતા થયા છે. અમદાવાદમાં કુખ્યાત વ્યંઢળ સોનિયા દે ઉર્ફે સોનું માસી કુસુમમાસી, બુલબુલ માસી, માધુરી માસી વિગેરે ગેંગના લીડર છે. અગાઉ તો સોનીયા દે ઉર્ફે સોનું દ્વારા બીજી વ્યંઢળ ગેંગ ઉપર ફાયરીંગ કરવામાં આવેલ હતું. જે ગુન્હા સબબ તેઓ અન્ય વ્યંઢળો સાથે સાબરમતી જેલમાં આરોપી તરીકે આવેલ હતા. વડોદરા જેલમાં પણ ચાર જેટલા વ્યંઢળો 302 હત્યા કેસમાં આવેલા હતા. બહુ લાંબો સમય જેલવાસ ભોગવતા રહ્યા હતા. પણ આવા ક્રાઈમ કરીને વ્યંઢળ જ્યારે જેલમાં આવે ત્યારે જેલ પ્રશાસન માટે યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે વ્યંઢળને જેલમાં પુરુષો સાથે રાખવા કે મહિલા કેદીઓ સાથે રાખવા ? કેમ કે સાયન્ટિફિકલી ફિઝીકલી વ્યંઢળો બે પ્રકારના હોય છે.પુરુષ વ્યંઢળ અને સ્ત્રી વ્યંઢળ જો પુરુષ વ્યંઢળ હોય તો તો કપડા સ્ત્રીઓના ભલે પહેરે પણ એનું બાહ્ય ફિગર પુરુષ જેવું કદાવર હોય છે એનો અવાજ પણ પુરુષ જેવો ભારે હોય છે અને દાઢી મૂછ ઊગતી હોય છે અને હોર્મોન્સના ઇન્જેક્શન લઈને કુત્રિમ સ્તન બનાવેલા હોય છે. જ્યારે સ્ત્રી વ્યંઢળ હોય તો તેનામાં સ્ત્રૈણ લક્ષણો વધુ માત્રામાં હોય છે. ચહેરો દાઢી મૂછ વિનાનો સ્ત્રી જેવો કોમળ હોય છે. ખાસ તો સ્ત્રીની માફક કુદરતી પર્યાપ્ત સાઇઝમાં સ્તન પણ હોય છે. એની ચાલ, રૂપરંગ નખરા વસ્ત્રો સાથે વ્યંઢળને જોતા સંપૂર્ણ સ્ત્રી હોય એવું જ લાગે છે. પણ બન્નેના પ્રજનન અંગો કુદરતી ખામી યુક્ત હોવાના કારણે પ્રજનન કરવા સક્ષમ હોતા નથી એટલે વ્યંઢળ તરીકે પ્રસ્થાપિત થાય છે. પણ જેલમાં એમને પુરુષ વિભાગમાં અલગ બેરેકમાં રાખવામાં આવતા હોય છે વ્યંઢળોનું જેલના જાતીય શોષણ ન થાય અને જેલની શિસ્ત જળવાય એના માટે પૂરતી વ્યવસ્થા અને બંદોબસ્ત રાખવામાં પણ આવે તો પણ જેલમાં પુરુષ વિભાગમાં લાલ લીલા પીળા રંગીન વસ્ત્રોમાં સ્ત્રી જેવું લાગતું પાત્ર ભલે કપડાની અંદર વ્યંઢળ હોય પણ છતાં જેલમાં પુરુષ આરોપીઓ માટે દુર્લભ હોય છે.અમુક રસિકલાલ (કેદીઓ) દૂરથી ઇશારા કરી શકે ઓફિસ કામે કે મુલાકાતમાં આવતા જતા નજીકથી જોઈ શકે છે ખાસ તો જેલની અંદર આવેલ મંદિર જવાના બહાને યાર્ડ બહાર લટાર મારે તોય એની ચાલ અને નખરા જોઈને ઘણા બંદીવાન આંખથી તૃપ્તિ મેળવતા હોય એવા રિપોર્ટ અમને મળતા હોય છે. એક કેદને તો એક વ્યંઢળ આરોપી સાથે જેલમાં પ્રેમ થઈ જતા જેલમાં માતાજીના મંદિરે માસીના સેંથામાં સિંદૂર પૂરી ઓફ ધ રેકોર્ડ લગ્ન પણ કર્યા હોવાની ચર્ચા હતી. આ વ્યંઢળ જેલ મુક્ત થતા એ બંદીવાનને એના વિરહમાં માનસિક આઘાત લાગી ગયેલ હતો. ખૈર મારું અંગત મંતવ્ય એવું છે કે વ્યંઢળ જેલમાં આવે તો એમની વધુ સલામતી મહિલા જેલમાં જળવાઈ શકે છે. પુરુષ જેલમાં ભલે સલામતી વ્યવસ્થા હોય છતાં જાતીય શોષણ થવાની 000 ટકા પણ શક્યતા ખરી… મારે આ તબક્કે નહી લખવું જોઈએ કે વડોદરા જેલમાં એક રક્ષક વર્ગના કર્મચારીને પણ મહિલા વ્યંઢળ સાથે કુણા સબંધો બંધાઈ જતા ચર્ચાનો વિષય બની જતા અધિક્ષકના ધ્યાને આવ્યા બાદ એ કર્મચારીને વ્યંઢળોની બેરેકમાં નોકરી નહી આપવાના મૌખિક આદેશ કરવામાં આવેલ હતા.એટલે હવે વ્યંઢળોમાં ક્રાઈમ વધતો જશે તો મહિલાઓની માફક વ્યંઢળ માટે ભવિષ્યમાં અલગ જેલ બનાવવી પડે સાથે સાથે વ્યંઢળ સ્ટાફની પણ ભરતી વ્યવસ્થા કરવા સરકારશ્રીએ વિચારવું પડે તો નવાઈ નહી. 2014 માં સુપ્રીમ કોર્ટે “થર્ડ જેન્ડર” તરીકે માન્યતા આપી. 2019 નો Transgender Persons Act છે. પાસપોર્ટ, આધાર કાર્ડમાં ‘T’ વિકલ્પ મળે છે. મોટાભાગના દેશોમા સ્વેચ્છાએ જેન્ડર બદલી શકાય છે. જર્મની, ડેનમાર્ક, સ્પેનમાં સરકારી ખર્ચે સર્જરી થઈ શકે છે.તેમ ભારતમાં પણ મેડિકલ સાયન્સમાં કોઈ ક્રાંતિ આવે તો સર્જરી કરી વ્યંઢળોને સ્ત્રી અથવા પુરુષ બનાવી શકાય તો સારું..


