સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ

તા.31/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે અચાનક હવાઈ હુમલો થયો હતો સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગે જાહેર જનતા તેમજ આસપાસના લોકોને સચેત કરાયા હતા જેથી નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા ઈમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી સરકારી હોસ્પિટલ હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જેના પગલે પ્રાંત અધિકારી નિકુંજ ધૂળા સહિતના અધિકારીશ્રીઓ સ્થળ પર પહોંચ્યા હતા પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો હતો ફાયર અને આરોગ્ય કર્મીઓએ ફસાયેલા સ્ટાફને રેસ્કયુ કરીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા કલેકટર કે.એસ.યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ આશરે ૩૦ મિનિટ ચાલેલી આ મોકડ્રીલમાં પોલીસ જવાનો, ૧૦૮ની ટીમ, મનપાના અધિકારીઓ, પીજીવીસીએલ, IOCLના અધિકારીઓ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા.




