ધાંગધ્રાના રાવળીયાવદર ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરાઈ
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 70 થી વધુ સાયન્સની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં રાવળીયાવદર ગ્રામ્યના લોકો સરપંચ શિક્ષક સહિત મોટી સંખ્યામાં વિજ્ઞાનની કૃતિ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (નેશનલ સાયન્સ ડે;ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી 28ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે ફેબ્રુઆરી 28ના દિવસે, સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું આજના દિવસે રાજ્યમાં પણ આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્કૂલ અને કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાય છે ત્યારે ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 70 થી વધુ સાયન્સની કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાં ક્લાયમેન્ટ ચેન્જ, તેમજ વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન, પાણી બચાવો, તેમજ સ્વચ્છતા માટે જરૂરી અભિયાનની વિવિધ જેવી કૃતિઓ આ પ્રદર્શનમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શન ને રાવળીયાવદર વિસ્તારના લોકો વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ, અને શિક્ષકો સહિત લોકોએ આ પ્રદર્શનને નિહાળ્યું હતું.