વઢવાણ GIDCનો કોઝવે 3 મીટર ઊંચો બનાવવા પતરાના શેડની આડશ મુકી અવર જવર બંધ કરાઇ
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના વઢવાણ જીઆઇડીસી કોઝવેના સ્થાને રૂ.13 કરોડના ખર્ચ ઊંચો કોઝવે બનાવવામાં આવનાર છે જેના કામ માટે અવરજવર બંધ કરાઇ છે પરંતુ યોગ્ય ડાયવર્ઝન અને આડશ ન મૂકી હોવાથી લોકો જીવના જોખમે પસાર થઇ રહ્યા હતા તેના અહેવાલો છપાયા બાદ મનપા દ્વારા બાવળોની તથા પતરાની આડશ મૂકી અવર જવર બંધ કરાઇ છે સુરેન્દ્રનગર જીઆઇડીસી અને વઢવાણની જનતાને નદી પાર કરવા માટે જીઆઇડીસીનો પુલ ખૂબ મહત્વનો છે આ પુલ ન હોય તો લોકોને 3થી 4 કિમીનો ફેરો ફરીને જવું પડે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે વર્ષો પહેલા બનાવેલા આ કોઝવેની હાલત ખરાબ થઇ ગઇ હતી આથી તંત્ર દ્વારા રૂ.13 કરોડના ખર્ચે આ પુલનું નવુ કામ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે હાલ આ પુલને લોકોની અવરજવર માટે બંધ કરાયો છે પરંતુ તંત્ર દ્વારા રસ્તો યોગ્ય રીતે બંધ ન કરાયો અને આડશ મૂકાઇ ન હતી જ્યારે યોગ્ય ડાયવર્ઝન ન આપ્યું હોવાથી લોકો જીવના જોખમે અહીંથી પસાર થઇ રહ્યા હતા રાત્રિ દરમિયાન કોઝવેની બન્ને તરફ સંરક્ષણ દીવાલ કે સાંકળ નથી જ્યારે આ કોઝવે ધોવાઇ ગયો હોવાથી ઠેરઠેર ખાડાઓ પણ પડી ગયા છે સંરક્ષણ દીવાલના અભાવે અકસ્માત સર્જાવાનો ભય રહેતો હતો જેને લઇ અહેવાલ પ્રકાશિત કરાયા હતા ત્યારે મનપા દ્વારા હાલ આ પુલ પર બન્ને તરફ બાવળો અને પતરાના શેડની આડશ મૂકી અવર જવર બંધ કરાવાઇ છે.