SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ન્યાય અપાવતાં પિડીતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો.

તા.20/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેશભાઇ બાબુભાઇ પટેલ રહે, સુરેન્દ્રનગર જયોતિનગર વાળા તથા તેમના પત્નિ વિકલાંગ હોય અને ફરસાણની ફેરી કરી ગુજરાન ચલાવતા હોય તેઓને ધરખર્ચ તેમજ આવાસના મકાનની લોન કલોઝ કરવા માટે પૈસાની જરૂરત પડતા આજથી પાંચથી છ મહીના પહેલા મે કીશોરભાઇ સામજીભાઇ હડીયલ રહે, સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પીટલ પાછળ વાળા પાસેથી લઇ મકાન ગીરવે મુકી કટકે કટકે આશરે રૂ.૬,૭૦,૦૦૦ લીધેલ હતા સુરેશભાઇએ મકાન ગીરવે મુકેલ તે પેટે મકાનનો અસલ દસ્તાવેજ તથા ચાર સહી વાળા કોરા ચેકો આપેલ હતા આ સુરેશભાઇને મકાન વેચવાનું હોય જેથી અસલ દસ્તાવેજની જરૂરત પડતા તેઓ રોકડા રૂ.૬,૭૦,૦૦૦ આપવા માટે કીશોરભાઇ હડીયલ પાસે ગયેલ હતા પરંતુ કીશોરભાઇએ સુરેશભાઇને રૂા.૧૦,૦૦,૦૦૦ હીસાબના આપવો પડશે તેમ જણાવેલ આ સુરેશભાઇએ આટલી મોટી રકમ લીધેલ ન હોય તેમ છતા આટલી રકમ ભરવાની હોય અને તેઓની પાસે આટલા પૈસાની સગવડ ન હોય જેથી આ વિકલાંગ દંપતિ પોતાની વ્યથા રજુ કરવા જીલ્લા પોલીસ કચેરી ખાતે આવ્યા હતા તેમની પરીસ્થીતીને ધ્યાનમાં લઇ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ પોતાની ઓફીસમાંથી જાતે નીચે ઉતરી ગ્રાઉન્ડ ફલોર પર જઇ વિકલાંગ દંપતિને મળ્યા હતા અને અત્યંત સંવેદનશીલતા સાથે તેની રજુઆત સાંભળેલ હતી મામલાની ગંભીરતાને લઇ જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ દ્રારા સેવાભાવી અભિગમ અપનાવી આ દંપતિને સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલીક અરજીનો નિકાલ કરવા સુચનાઓ આપવામાં આવેલ હતી જેથી એચ.એચ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર સાહેબ તથા એમ.બી.જેબલીયા પોલીસ સબ ઇન્સ. સાહેબે સામાવાળા કીશોરભાઇને તાત્કાલીક પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સમજાવટ અને મધ્યસ્થતા કરવામાં આવી હતી જેમાં વિકલાંગ દંપતિ (ફરીયાદી) દ્રારા સામાવાળા પક્ષને મુળ રકમ પરત આપવામાં આવી હતી તથા સામાવાળા દ્રારા વિકલાંગ દંપતિ (ફરીયાદી) અસલ દસ્તાવેજ તથા સહી વાળા કોરા ચેકો પરત કરાવેલ હતા આ કામગીરીમાં જીલ્લા પોલીસ દ્રારા દર્શાવાયેલ સંવેદનશીલતા ઝડપી કામગીરી અને માનવતા ભરેલા અભિગમને કારણે વિકલાંગ દંપતિને તાત્કાલીક રાહત મળેલ છે આ દંપતિ દ્રારા જીલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલી સાહેબ તથા જીલ્લા પોલીસનો હાર્દિક આભાર વ્યકત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!