LIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લીંબડીના સમલા ગામે જુગારધામ પર દરોડો પાડયો, 9 જુગારીઓ ઝડપાયાં.

રોકડા રૂ.24,400 તથા મોબાઇલ નંગ 9 કિ.રૂ.85,000 તથા ફોર વ્હીલર કાર નંગ 2 કિ.રૂ.10,00,000 એમ કુલ મળીને રૂ.11,09,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.21/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

રોકડા રૂ.24,400 તથા મોબાઇલ નંગ 9 કિ.રૂ.85,000 તથા ફોર વ્હીલર કાર નંગ 2 કિ.રૂ.10,00,000 એમ કુલ મળીને રૂ.11,09,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબનાઓ‌એ જીલ્લામાં પ્રોહી જુગારના વધુમા વધુ કેસો શોધી કાઢી આવી બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના હે.કો. વિજયસિંહ પરમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે ટીમના એલસીબીના પીઆઇ, પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ, એન. એ. રાયમા, એએસઆઇ લક્ષ્મણસિંહ ઝલા, ગોપાલસિંહ ઝાલા, અશ્વિનભાઈ માથુકિયા, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ દ્વારા લીંબડી તાલુકાના સમલા ગામે ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઇસમો જેમાં નાગજીભાઇ વાઘાભાઇ કલોત્રા રહે, સુરેન્દ્રનગર, નવી એસ.પી.સ્કુલ પાસે,૮૦ ફુટ રોડ વઢવાણ, હિમ્મતભાઇ બેચરભાઇ કઝણરીયા રહે, સુરેન્દ્રનગર જે.એન.વી.સ્કુલ સ્કુલ પાસે, ભકિતનગર સોસાયટી, રાજદીપભાઇ જયંતીભાઇ પટેલ રહે, વઢવાણ,૮૦ ફુટ રોડ, નંવરંગ સોસાયટી નં.૨ વઢવાણ, વિપુલભાઇ બાબુલાલ શાહ રહે, જોરાવરનગર જૈન દેરાસર પાસે, મહાત્મા ગાંધી શેરી નં.૩ વઢવાણ, મહેન્દ્રભાઇ કાંતીલાલ ચંદારાણા રહે, સુરેન્દ્રનગર, દાળમીલ, ન્યુ ચંદ્રોદય સોસયાટી વઢવાણ, નારણભાઇ નાગજીભાઇ નાંઘા રહે, સુરેન્દ્રનગર,૮૦ ફુટ રોડ ગીતા સોસાયટી વઢવાણ, પંકજભાઇ પ્રમોદરાય શાહ રહે, સુરેન્દ્રનગર,જીનતાન સંસ્કાર સોસાયટીની ગલીની સામે વઢવાણ, વિક્રમસિંહ બાપલસિંહ ઝાલા રહે, સમલા લીંબડી, કમલેશભાઇ અમૃતભાઇ શાહ રહે, લીંબડી, નવયુગ સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડ લીંબડી વાળાઓ પાસેથી રોકડા રૂ.૨૪,૪૦૦ તથા મોબાઇલ નંગ ૦૯ કી.રૂ.૮૫,૦૦૦ તથા ફોર વ્હીલ ગાડી નં.૦૨ કી.રૂ.૧૦,૦૦,૦૦૦ એમ મળી કુલ કી.રૂ.૧૧,૦૯,૪૦૦ ના મુદામાલ સાથે નવ ઇસમોને પકડી પાડી મજકુર તમામ વિરૂધ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!