SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા.

તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા અને રસ્તા ખુલ્લા કરવા અભિયાન હાથ ધરાયુ છે જેમાં શહેરના મુખ્ય માર્ગો પર રહેલા નવ દબાણો પાલિકા ટીમ દ્વારા હટાવી દેવાયા હતા સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સમસ્યાઓ માંની એક રસ્તા પરના ગેરકાયદે દબાણ અને લારી ગલ્લાની સમસ્યા દુર કરવા મહાનગર પાલિકા જાહેર થયા બાદ કમીશ્નરે ઝુબેશ હાથ ધરી દબાણ હટાવાઇ રહ્યા છે જેમાં સુરેન્દ્રનગર વઢવાણમાં મુખ્ય માર્ગો પરના ગેરકાયદે દબાણો દુર કર્યા બાદ પાલિકા ટીમ જોરાવરનગર રતનપર વિસ્તાર બાદ 80 ફુટ રોડ પર પહોંચી હતી ત્યારે શુક્રાવારે કમિશનર નવનાથ ગવહાણેની સુચનાથી નાયબ કમીશ્નર અર્જુનભાઇ ચાવડા, કેવંતસિંહ હેરમાં, મયુરસિંહ, રાહુલભાઇ મોરી સહિત ટીમ શહેરમાં દબાણ હટાવ કામ હાથ ધરાયુ હતુ ત્યારે શહેરના ટાવર આસપાસ તથા જુના ટાઉન હોલ આસપાસ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા દબાણોને 12 કલાકમાં હટાવવા નોટીસ આપી હતી તેના 24 કલાક છતા ન હટાવાતા પાલિકા ટીમે કાર્યવાહી હાથ ધરી નવ દબાણો દુર કરવામાં આવ્યા હતા આમ પાલિકાની દબાણ હટાવ કાર્યવાહીને લઇ દબાણ કર્તા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!