CHUDASURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર SOG પોલીસે ચુડાના કરમડ ગામની સીમમાંથી લીલા ગાંજાનુ વાવેતર ઝડપી લીધુ.

લીલા ગાંજાના છોડ નંગ 10 જેનો વજન 28 કિલો 600 ગ્રામ કિ.રૂ.2,86,000 નો મુદામાલ કબજે કર્યો.

તા.18/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લીલા ગાંજાના છોડ નંગ 10 જેનો વજન 28 કિલો 600 ગ્રામ કિ.રૂ.2,86,000 નો મુદામાલ કબજે કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને એસઓજી પીઆઈ બી. એચ. શીંગરખીયાને બાતમી મળેલ કે પ્રભુભાઇ હરખાભાઇ જોબાળા ગામની સીમમા કરમડ ગામના માર્ગે આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીમાં કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે આથી આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે જે બાતમી આધારે પીઆઈ બી. એચ. શીંગરખીયા, પીએસઆઇ એન. એ. રાયમા, અનિરૂધ્ધસિંહ, અશ્વિનભાઇ, અરવિંદસિંહ ઝાલા, અમરકુમાર કનુભા, અનિરૂધ્ધસિંહ ઝાલા, બળદેવસંગ ડોડીયા સહિત સમગ્ર ટીમ દ્વારા હકિક્તવાળી જગ્યાએ રેઈડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ ૧૦ જથ્થો વજન ૨૮ કિલો ૫૦૦ ગ્રામ કિ.રૂ.૨,૮૬,૦૦૦ સાથે આરોપીઓ પ્રભુભાઇ હરખાભાઇ ધલવાણીયા રહે જોબાળા ચુડા સુરેન્દ્રનગરને પકડી પાડી ધોરણસર અટક કરી ચુડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Back to top button
error: Content is protected !!