SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર મનપા દ્વારા નાગરિકોને નિયમિત અને વ્યવસ્થિત પાણી પુરવઠો યથાવત્ રાખવા તંત્ર સક્રિય

તા.02/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વિસ્તારના તમામ નાગરિકોને વ્યવસ્થિત સતત અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે મહાનગરપાલિકા તંત્ર સતત કાર્યશીલ છે આ અંતર્ગત આજે ઢાંકી પંપીંગ સ્ટેશનથી ધોળીધજા ડેમ સુધીની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે આ પાણીની છોડવણીથી ધોળીધજા ડેમની જળસપાટીમાં વધારો થશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો પુરવઠો વધુ સુગમ અને નિયમિત બનશે ધોળીધજા ડેમમાં પાણીની આવક વધતાં ૬ દરવાજા પૈકી ૪ દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે જેના કારણે લગભગ ૧૭૫ ક્યુસેક પાણીની આવક થવાની અપેક્ષા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તંત્ર તરફથી નાગરિકોને વિનંતી છે કે પાણીનો બચાવ કરવો તેનો યોગ્ય ઉપયોગ કરવો અને કોઈપણ પ્રકારની વ્યર્થ વપરાશ અટકાવવો.


