SURENDRANAGARWADHAWAN

કોન્ટ્રાક્ટરના કામના બિલ પાસ કરવા અધિકારીએ ઉચી ટકાવારીની માંગણી કરતાં કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર કોન્ટ્રાક્ટર્સ એસોશિયેશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆતો કરાઇ.

તા.22/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર કોન્ટ્રાક્ટર્સ એસોશિયેશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆતો કરાઇ.

સુરેન્દ્રનગર કોન્ટ્રાક્ટર્સ એસોશિયેશનના સભ્ય કનુભાઇ પટેલે કરેલા કામોના બિલ માટે પ્રયત્નો કરતા હતા જે પાસ નહિ થતા તા.15.6.2024ના રોજ તેમણે અંતિમ પગલુ ભરી જીવન ટુકાવી લીધુ હતુ આત્મ હત્યાના 2-3 દિવસ પહેલા જ તેમણે જે તે અધિકારીને કહ્યુ હતુ કે મારૂ બિલ કરાવો નહિતર નાણા ભીડને કારણે મારે સુસાળડ કરવો પડશે તેમ છતા અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી લીધી નહિ અને બિલ કઢાવવા અધિકારીએ ઉચી ટકાવારીની માંગણી કરી હતી કામ ચાલુ હોવા છતા ખોટી નોટીસો આપીને કનુભાઇ પટેલને માનસિક ત્રાસ આપતા હતા આથી અવા નિષ્ઠુર અને લોભી અધિકારી સામે શિક્ષાત્મક પગલા લઇ આકરી કાર્યવાહી કરવામાં આવે અને કનુભાઇ પટેલના નાણા ઝડપથી મળે તેવી માંગણી કરાઇ હતી આ ઉપરાંત સુરેન્દ્રનગર કોન્ટ્રાક્ટર્સ એસોશિયેશન ના પ્રમુખે જણાવ્યુ હતુ કે ટેન્ડરની શરતો મુજબ કરેલા કામનું ચુકવણુ દર મહિને કરવાનું હોય છે છતા થતુ નથી તે દર મહિને કરાય તેમજ સબકોન્ટ્રાક્ટરને કાયદેસર માન્યતા મળે અને જિલ્લા પંચાયતમાં ચાલુ કરેલી પ્રેસા એપને બંધ કરીને ઓનલાઇન બિલ ચૂકવાય તેવી રજૂઆત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button