વઢવાણ ગણપતિ ફાટકે એક ફાટક રિક્ષા પર પડતાં રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક સર્જાયો

તા.21/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજા મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો ઉપયોગ કરી રહ્યાં છે સોમવારે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ ફાટસર મંદિરે લોકોની ભીડ વધુ જોવા મળી હતી ત્યારે મોડી સાંજે એક ટ્રેન પસાર થઇ ગઇ હતી ત્યારબાદ બંને સાઇડની ફાટકો ખૂલતાની સાથે જ એક સાઇડની ફાટક ખૂલ્લી નહીં અને થોડે ઉંચા જતા ધડામ કરતી નીચે પડી હતી આ ફાટક અહીં પસાર થતી એક રિક્ષા પર પડી હતી ત્યારે ફાટક પડવાના કારણે અંદાજે અડધો કલાક ટ્રાફિક જામ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ ઘટનામાં કોઇને ઇજાઓ ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો જ્યારે ફાટક પરના કર્મીએ રેલવે તંત્રને આ બનાવ અંગે જાણ કરી હતી હું જમવાનું લઇને આવતો હતો ત્યાં જ ફાટક પડી હું જમવાનું લેવા ગયો હતો ત્યારબાદ બાઇક લઇ પરત ફરતો હતો ત્યારે ફાટક પાસે જ પહોંચતા એક સાઇડની ફાટક પડી હતી વરૂણ રાઠોડ, ચાલક લોકો, કર્મીઓએ ફાટકને સાંકળથી બાંધી બીજી ફાટક પડી જતા રાહદારીઓ વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાનો, પોલીસ અને લોકોની મદદથી ફાટકને સાંકળથી બાંધવામાં આવતા અને અવરજવર શરૂ થતા લોકોએ રાહતનો દમ લીધો હતો.



