GUJARATMULISURENDRANAGAR

સુરેન્દ્રનગર ના સરલાથી ખેડૂતોની વેદના!! હવે તો સર્વે કરીને સહાય ચુકવો!

તા.29/09/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગત ઓગસ્ટ ૨૪-૨૫-૨૬ ના વરસાદથી મોટું નુકસાન ઉભા પાકમાં થયેલું ત્યારે સુરેન્દ્રનગર પધારેલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવશે તેમ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી નથી કે કેટલી સહાય ચુકવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી નથી ખેડૂતોને SDRF મુજબ કે NDRF મુજબ ચુકવવામાં આવશે તે કોઈપણ પ્રકારની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈએ કરેલ નથી જમીન ધોવાણ બાબતે પણ કોઈ વાત કરેલ નથી ત્યારે ખેડૂતોને ઉપર આભ ને નીચે ધરતી જેવી પરિસ્થિતિ આવી છે અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ યોજનાઓ હાલમાં અમલમાં નથી ત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે આ ગુજરાત સરકારે છોડી દિધેલ છે આજે સરલા મુળીના ખેડૂતોને મળતા તેઓએ હૈયાવરાળ કાઢતા જણાવ્યું હતું કે આ વર્ષ માં ઉભા પાકમા મોટામા મોટું નુકસાન છે જેમાં મુખ્યત્વે પાક કપાસ,તલ, જુવાર, મગફળી, તરબુચ સહિત બાગાયતના ખેડૂતોને દાડમ સરગવો લીબુંમાં મોટું નુકસાન વેઠવું પડશે ત્યારે ફરી સપ્ટેમ્બર ૨૫-૨૬-૨૭ નો ફરી વરસાદ વાવાઝોડા સાથે ત્રાટકતા ખેડૂતોને મોંઢે આવેલ કોળીયો છીનવાયો છે પરંતુ નઘરોળ તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી સર્વેના નાટકો ચાલુ છે પરંતુ સહાય બાબતે એકપણ શબ્દ કોઈ અધિકારી કે કૃષિમંત્રી કે ગુજરાત સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી તે ખેડૂતો માટે દુઃખદ ઘટના છે ત્યારે ખેડૂતોને બિયારણ દવા ખાતર ડીઝલ મજુરી જેવા લાખો રૂપિયાનુ ખર્ચ ભગવાન ભરોસે કરી મુકેલા છે આવકમાં કશુય આવે તેમ નથી ત્યારે ઝાલાવાડનો જગતતાત હજુ વધુમાં દેણાના ડુંગર હેઠળ દબાયો છે મોટી ખોટ સહન કરવાની આફત આવી પડી છે.

Back to top button
error: Content is protected !!