CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર દરબાર હોલ ખાતે સ્વચ્છ ભારત દિવસ ની ઉજવણી કરવામાં આવી.
મૂકેશ પરમાર નસવાડી
છોટા ઉદેપુર ના દરબાર હોલ ખાતે ૨ જી ઓકટોબર મહાત્મા ગાંધીજી ના જન્મદિવસ ને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવાયો હતો જેમાં લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છતા ના સપથ લેવડાવી નગરના કિલ્લા મેદાનમાં ઉપસ્થિત મહાનુભાવો તથા જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. સાથે જ છોટાઉદેપુર જિલ્લા ના ગામોને સાફ સફાઈ માં સહયોગી થઈ શકે તેવી ઈ રિક્ષા નું લોકાર્પણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર, જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સદસ્ય મુકેશભાઈ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.