GUJARATSURENDRANAGARWADHAWAN

રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા સગર્ભા માતાઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી

સગર્ભા માતા અને બાળ આરોગ્ય પ્રોજેકટ અંતર્ગત સી યુ શાહ મેડિકલ કોલેજમાં કાર્યક્રમ યોજાયો

તા.02/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સગર્ભા માતા અને બાળ આરોગ્ય પ્રોજેકટ અંતર્ગત સી યુ શાહ મેડિકલ કોલેજમાં કાર્યક્રમ યોજાયો

રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા સગર્ભા માતા અને બાળ આરોગ્ય પ્રોજેકટ અંતર્ગત સી.યુ. શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલના ગાયનેક વિભાગમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સી યુ શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલના નર્સીંગ સ્ટાફ દ્વારા સુંદર નાટયકૃતિ દ્વારા સગર્ભા બહેનોએ શું કરવું જોઈએ અને આ સમય દરમિયાનના કેવો આહાર લેવો જોઈએ તેની માહિતી આપવામાં આવી તે ઉપરાંત ત્યાં ડોકટરોએ વિસ્તારપૂર્વક સગર્ભા માતાઓએ શું કરવું જોઈએ તથા કોઈ અંધશ્રધ્ધાના વમળમાં ન ફેલાય તેની માહિતી આપી અને જરૂરીયાત મુજબ દવા તથા પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ તેની વિસ્તાર પૂર્વકની સમજણ આપી તેમજ રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા સગર્ભા માતાઓને શું કરવું જોઈએ અને શું ખાવું જોઈએ તેની વિસ્તૃત માહિતી પુરી પાડવા માટે પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા અને આ પોસ્ટરો દ્વારા તેમને આ વિશેની જરૂરી વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા 40 સગર્ભા માતાઓને કાટલુ મીઠાઈ તેમજ 40 બાલકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ કરવા માટે સી યુ શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલના ડીન ડો. રીનાબેન ગઢવી તથા ત્યાંના નર્સિંગ સ્ટાફ, ડોકટર્સ તેમજ રોટરી કલબ ઓફ વઢવાણ સીટીના પ્રેસીડન્ટ હીતા જાની સેક્રેટરી ડો.અશ્ર્વીન ગઢવી તેમજ મેમ્બરોએ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!