જીલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં કાલોલ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં કાલોલ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક અરજદારો ના અરજીઓ અને પ્રશ્નો ની સુનાવણી કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગામના અરજદાર દ્વારા મનરેગા ના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર ની રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક મનરેગા યોજના ના કેટલાક કામો સ્થળ ઉપર અધૂરા થયેલ છે તે પૂર્ણ કરેલ નથી તેમ છતાં તેના બીલો મુકવામાં આવેલ છે અને કેટલાક કામો સ્થળ ઉપર એડવાન્સ કરવામાં આવેલ છે તેવી રજૂઆત કરવામાં આવેલ જેથી પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા અને જણાવેલ કે સાત દિવસ માં તપાસ કરી એહવાલ રજૂ કરવા જણાવેલ હતું ત્યારે બીજા અરજદાર ના અરજી ના પ્રશ્નો ખરાબા ની જમીન તેમજ ગૌચર જમીન તેમજ નલ સે જલ યોજના જેવા પ્રશ્નો ની ધારદાર રજુઆત કરવામાં આવી હતી જેથી ખરાબા અને ગોચર જમીનો ની તપાસ કરવાના આદેશ સર્કલ ઓફિસર ને સોંપવામાં આવી હતી જેથી અનેક પકાર ની તપાસ લાગતા વળગતા વિવિધ અધિકારી ઓને સોંપી હતી.