BHARUCHGUJARAT

અંકલેશ્વરમાં વાહન ચોરોનો આતંક:5 દિવસમાં ત્રીજી બાઈક ચોરી, સાગર રેસિડેન્સીની ઘટના CCTVમાં કેદ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેરમાં વાહન ચોરીની ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ત્રીજી વખત બાઈક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં તાજેતરની ઘટના ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં બની છે.
રાત્રિના સમયે તસ્કરોએ રેસિડેન્સીના બેઝમેન્ટમાં પ્રવેશ કરી બાઈકની ચોરી કરી હતી. સદનસીબે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
આ પહેલાં પણ બે અલગ-અલગ સ્થળોએ બાઈક ચોરીની ઘટનાઓ નોંધાઈ હતી – એક દિવા રોડ પરના તુલસીધામમાં અને બીજી ગડખોલની શિવાંજલિ સોસાયટીમાં. બંને ઘટનાઓમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. સ્થાનિક રહીશોએ પોલીસને વહેલી તકે આ તસ્કરોને પકડવા માટે વિનંતી કરી છે. વધતી જતી ચોરીની ઘટનાઓએ વિસ્તારમાં અસુરક્ષાનો માહોલ ઊભો કર્યો છે.

Back to top button
error: Content is protected !!