વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
આજરોજ સરકારી પોલિટેનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકુ શુક્લા ના અધ્યક્ષતામાં થેલેસેમિયા કેમ્પ યોજાઈ ગયો. જેમાં દરેક વિભાગમાંથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા. આ કેમ્પમાં થેલેસેમીયા ઉપરાંત દાંતો ની તપાસ તેમજ આંખોની પણ તપાસ કરવામાં આવી. આ કેમ્પમાં તપાસ માટે Y Gen Health Care ના ડૉ. નૈના , ડૉ. શિવાંશુ, ડૉ. સચી તેમજ એમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં કેમિકલ વિભાગના વડા ડૉ. અમિત ધનેશ્વર દ્વારા વિધાર્થીઓને ઉત્સાહભેર ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ ડૉ. નૈના દ્વારા થેલેસેમીયા ટેસ્ટ શા માટે જરૂરી છે તે અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મિકેનિકલ વિભાગના વડા શ્રી હેમંત પટેલ,વહીવટી અધિકારી શ્રી વી જે પટેલ હાજર રહી વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના NSS પ્રોગ્રામ અધિકારી શ્રી નિરલ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.