વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- કચ્છ.
કચ્છ, તા-24 મે : EDII દ્વારા માધાપર ખાતે મડવર્ક ની (MSDP19) 26 દિવસીય કૌશલ્યવર્ધન તાલીમ 50 બહેનો ને આપવામાં આવી જેમાં બહેનો આ ક્રાફટ માં પોતાનું કૌશલ્ય વિકસિત કરે અને આત્મનિર્ભર બને અને તેમને નિરંતર આજીવિકાનું સ્ત્રોત મળી રહે એ હેતુસર EDII દ્વારા આ તાલીમ બહેનો ને આપવામાં આવેલ તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓ ને હેન્ડ હોલ્ડિંગ સહાય પણ EDII દ્વારા આપવામાં આવે છે, જેમાં બહેનો નું ઉદ્યમ આધાર નોંધણી, આર્ટિસન કાર્ડ તેમજ નાણાકીય જરૂરિયાત માટે ક્રેડિટ લિંકેજ માં પણ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે, આ જ રીતે ધંધાકીય આર્થિક પ્રવૃત્તિમાં જે પણ પ્રકારની જરૂરિયાત જે બહેનો ને હોય છે એ તમામ સહાય આ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી છે, આ જ રીતે માધાપર ખાતે પૂર્ણ થયેલ મડ વર્કના તાલીમાર્થીઓને EDII દ્વારા આર્ટિસન કાર્ડ માટેની પ્રક્રિયા (ભારત સરકાર- મિનિસ્ટ્રી ઓફ ટેક્સ્ટટાઇલ્સ ખાતે) કરી અને આ આર્ટિસન કાર્ડનું વિતરણ તમામ બહેનો ને કરેલ છે જેથી આ તમામ કારીગર રાષ્ટ્રીય એન્ડ આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન માં ભાગ લઇ શકે અને તેમના દ્વારા સ્વઉત્પાદિત પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકે અને તેમને નિરંતર આજીવિકા માટેના સ્ત્રોત મળી રહે.