GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાનાં જલાલપોરમાં યોગ સમર કેમ્પ નો સમાપન સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જલાલપોર તાલુકાની શ્રી સરદાર પટેલ સ્કૂલમાં યોજાયેલ તા.16-05-25 થી તા.30-05-25 નો નિઃશુલ્ક બાળ યોગ સમર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના યોગ વિશેના દ્રષ્ટિકોણે બાળકોમાં નવચેતનાનું સંચાર કર્યું.
યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શિશપાલજી અને કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટીના માર્ગદર્શન હેઠળ મુખ્ય સંચાલક ડિમ્પલ ચાંપાનેરી તથા સહ સંચાલક તરુણાબેન ઝીંઝાલા અને રંજના મૈસુરીયા તથા યોગબોર્ડ ટીમ દ્વારા યોગાસન, પ્રાણાયામ,ધ્યાન,ગીતાના શ્લોકો,રમતો અને બીજુ ઘણું બધું શીખવવામાં આવ્યુ, કેમ્પ દરમિયાન બાળકોને દાતા ઓ તથા ગાયત્રીબેન તલાટી તરફથી ભેટ આપવામાં આવી તથા રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો અતિથિઓ દ્વારા બાળકોને જીવનમાં સકારાત્મકતા, દેશ પ્રેમ અને શિસ્ત અંગે પણ પ્રેરણા આપવામાં આવી.