AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીની સ્થિતિ દિશાવિહીન થતા આવનારી ચૂંટણીઓમાં રસક્સ જોવા નહિ મળે..

ડાંગ જીલ્લામાં કોંગ્રેસનાં આગેવાનોની સ્થિતિ "લગ્નમાં પણ ન ચાલે અને રેસમાં પણ ન ચાલે તેવા ઘોડા જેવી"..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાતમાં ગત સપ્તાહમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ગયુ.જેમા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.જેમાંથી એક રેસના ઘોડા અને લગ્નનાં ઘોડાને અલગ તારવીને સાઈડલાઈન કરવા તેમજ હકાલપટ્ટી સુધીની વાતો સંભળાઈ રહી છે.જેમાં રાજ્યનાં છેવાડે આદિવાસી વસાહત ધરાવતા ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતો હતો.વર્ષ 2020માં કૉંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવિતે અચાનક રાજીનામુ આપ્યુ ત્યારથી અહિયાં ભાજપે પોતાની પકડ બનાવી છે,મંગળ ગાવીતે રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસનાં મોટા ગજાનાં નેતાઓ ભાજપાનાં શરણે ગયા અને ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીનો સૂર્યાસ્ત થવાનો દોર શરૂ થયો.ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે મોટાભાગની ગ્રામપંચાયતથી માંડીને તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ વિધાનસભા, અને લોકસભામાં ભાજપનું પરિણામ સારુ રહ્યું છે જ્યારે કોંગ્રેસ સતત પાછળ પડતી હોવાનું સ્પષ્ટ થાય છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર મંગળ ગાવિત બાદ એક પછી એક કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા અને આજે કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જીલ્લામાં ભાજપ સત્તા ઉપર છે.સમગ્ર પરિસ્થિતિ જોતા હાલ ડાંગ જીલ્લામાં કોંગ્રેસ પાસે એકલ દોકલ નેતા સિવાય કોઈ મજબુત નેતા નથી.કેટલાક યુવા અને નીડર કાર્યકર્તાઓ અન્ય પક્ષમાં જોડાયા તો કેટલાક આજે પણ કોંગ્રેસની વીચારધાર સાથે હોવા છતાં નિષ્ક્રિય બની બેઠા છે.તેમને સક્રિય કરવા માટે હાલના પ્રમુખ કે અન્ય આગેવાનો તફરથી કોઈ નક્કર પ્રયત્ન થતા હોય તેવું લાગતુ નથી.જેથી ડાંગ કોંગ્રેસના નેતાઓ રેસમાં પણ ન ચાલે કે પછી લગ્નમાં પણ ન ચાલે તેવા ઘોડા જેવા છે ? ડાંગ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીમાં પણ જુથવાદ ચાલી રહ્યો છે.ભાજપા પાર્ટીમાં ચાલતા આ જુથવાદનો ફાયદો ઉઠાવી કોંગ્રેસને મજબુત કરવાનું કોઈ કામ કરવામાં આવતુ નથી.જીલ્લામાં રોડ-રસ્તા તેમજ પાણીની સમસ્યા ને લઈને જીલ્લાના મોટા ભાગના ગામોમાં સરકાર સહિત ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ સામે લોકોમાં ભારોભાર નારાજગી છે.આ તકનો પણ લાભ લેવામાં કહેવાતા કોંગ્રેસના ઘોડાઓ સફળ રહ્યા નથી. કેટલાક નેતાઓ પોતાની મર્યાદામાં રહીને લોકપ્રશ્નો ને વાચા આપવા માટે સરકારને આવેદન આપી વિરોધ પક્ષની ભૂમિકા નિભાવી રહ્યા છે.ત્યારે ડાંગ જીલ્લાના ઘોડા જેવા કહેવાતા કોંગ્રેસના નેતાઓ રેસમાં તો ઠીક પણ લગ્નમાં પણ કામ લાગે તેવા નથી રહ્યા.ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ડાંગ જીલ્લામાં કૉંગ્રેસ પાર્ટીને બેઠી કરવા માટે શું કરે છે તે આવનાર સમયમાં જોવું રહ્યુ..

Back to top button
error: Content is protected !!