AMRELI CITY / TALUKOGUJARATKHAMBHA

ખાંભાના આ યુગલે રાજુલામાં આવી અને જીવન ટૂંકાવ્યું….

સારવાર ના અંતે બંનેનું ં થયું મોત

યોગેશ કાનાબાર રાજુલા

ખાભાના આ યુગલે રાજુલામાં આવી અને જીવન ટૂંકાવ્યું….

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રહેતા જયસુખ સાંખટ (ઉં.વ. 40) અને નાનુડી ગામની અફસાના કુરેશી (ઉ.35) વચ્ચે પ્રેમસંબંધના કારણે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. બંને વ્યક્તિઓ પોતાના સમાજમાં પરણીત હતા અને સંતાનોના માતા-પિતા હતા. તેમ છતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.મળતી માહિતી મુજબ, આ બંને થોડા દિવસ પહેલા ખાંભા વિસ્તારમાંથી ભાગી ગયા હતા. મોડી રાતે રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ પર પહોંચ્યા બાદ બંનેએ દવા પી સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડાયા સુસાઈડના પ્રયાસ બાદ બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા છે. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.બંને વ્યક્તિઓ અગાઉથી પરણીત હતા અને સંતાનો ધરાવતા હોવા છતાં પ્રેમસંબંધમાં જોડાયા હતા. આ સંબંધના કારણે તેઓએ ભાગી જવાની અને અંતે જીવન ટૂંકાવવાની ચકચાર મચાવતી ઘટના સર્જી છે સુસાઈડના કારણ અંગે તપાસ ચાલુ સુસાઈડ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ખાંભા અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની છે. પરિવારો અને સમાજ માટે આ ઘટના ચિંતાજનક છે અને પ્રેમસંબંધના કારણે જીવન ટૂંકાવવાના આ પગલાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

રિપોર્ટર…યોગેશ કાનાબાર અમરેલી

Back to top button
error: Content is protected !!