આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા ડિજિટલ એક્સ રે મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું
અવિધા ખાતેની સ્વ મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશો. પ્રમુખના હસ્તે મશીનનું ઉદઘાટન થયું
ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી ૬૦ વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, દિવસે દુ હાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અધતન સુવિધાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે, આજરોજ આરોગ્ય વર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વ મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ શેલડીયા ના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનો સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો, સંસ્થાના ૯૮ વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરા થી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના ૬૦ વર્ષના ઉતાર ચઢાવો થી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓ, યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનારા સમયમાં આવિધા ગામ ખાતે ઊભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી, આ પ્રસંગે આવિધા ગામના વડોદરા અમદાવાદ ભરૂચ ખાતે રહેતા આગેવાનો ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી