AHAVADANGGUJARAT

ડાંગના સાકરપાતળ,લવચાલી ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયા,ગાઢવી કેમ્પની જિલ્લા કલેકટર મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

*કલેક્ટરશ્રી સુશ્રી શાલિની દુહાને ના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ વિવિધ લાભોનું વિતરણ કરાયું:* ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. ૧ જુલાઇ થી ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ઘરતી આબા જનભાગીદારી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત તા. ૫ ના રોજ ગાઢવી, સાકરપાતળ, અને લવચાલી પ્રાથમિક શાળા ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. દરમિયાન આ કેમ્પમાં ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને ગાઢવી પ્રાથમિક શાળામાં યોજાયેલ બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પની જાત મુલાકાત લઇ કેમ્પમાં સરકારી સેવાઓ તેમજ યોજનાકીય લાભો અંગે જાણકારી મેળવી વધુમાં વઘુ લાભાર્થીઓને સરકારની યોજનાકીય લાભો લેવા જણાવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ (PM-JAY), જન્મ પ્રમાણપત્ર, માતૃશક્તિ અને બાલશક્તિના પેકેટનું વિતરણ પણ કર્યું હતું. કલેક્ટરશ્રીની આ મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.  ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાયેલ કેમ્પમાં દિવાનટેમ્બુન, ગાઢવી, ચનખલ, ધવલીદોડ, ભિસ્યા, અને ગોંડલવિહીર ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો. તેમજ વઘઇ તાલુકામાં સાકરપાતળ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કેમ્પમાં સાકરપાતળ, ભદરપાડા, નાનાપાડા, શિવારીમાળ, અને ચિંચોંડ ગ્રામ પંચાયતના લોકો અને સુબીર તાલુકામાં લવચાલી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કેમ્પમાં દહેર, હનવતપાડા, અને લવચાલી ગ્રામ પંચાયતના લોકોએ ભાગ લઇને વિવિધ સરકારી યોજનાકીય લાભો લીધા હતાં.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશિષ્ટ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧ જુલાઇ થી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનાર આ અભિયાન હેઠળ ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિ લક્ષી અને માળખાકિય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચાડવામાં આવનાર છે. ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રીની આ વિવિધ યોજનાનો લાભ લેવા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે.આ9 અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જન ધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમમેવાય, આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!