BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
સમીર પટેલ, ભરૂચ

આગામી સમયમાં એટલે કે 7 મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઇદનો તહેવાર આવે છે. ત્યારે શહેરમાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા તે અર્થે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વી.એસ.વણઝારાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપુર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં હિન્દૂ- મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.