અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા ના ઇપલોડા ગામે ગુજરાત અર્બુદા સેના દ્વારા આંજણા ચૌધરી સમાજ ના સંગઠન ને લઈ ગુજરાત નું પ્રથમ મહિલા સંમેલન યોજાયું
દરેક સમાજ ના અગ્રણીઓ પોતાના સમાજ નું શૈક્ષણિક સ્તર સુધરે સમાજ ના બાળકો આગળ વધે તેમાટે ગાંધીનગર જેવા સ્થળપર સામાજિક ભવન બને એ માટે સામાજિક સંગઠન મજબૂત બનાવવા સંમેલનો કરેછે ત્યારે આજે અખિલ ગુજરાત અર્બુદા સેના દ્વારા ગુજરાત નું પ્રથમ મહિલા સંમેલન મેઘરજ ના ઇપલોડા ખાતે યોજાયું.
મેઘરજ તાલુકા ના ઇપલોડા ગામે ગુજરાત અર્બુદા સેના દ્વારા આંજણા ચૌધરી સમાજ ના સંગઠન ને લઈ ગુજરાત નું પ્રથમ મહિલા સંમેલન યોજાયું જેમાં સમાજ ના અગ્રણીઓ ,મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આંજણા ચૌધરી સમાજ ના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે ,સારી સુવિધા સાથે સમાજની હોસ્ટેલ માં રહી શકે તે માટે ના આયોજન ના ભાગ રૂપે સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજ ના સંમેલનો કરી 100 રૂપિયા ના સભ્યો બનાવી સામાજિક સંગઠન ને મજબૂત કરવા ના સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે એના ભાગ રૂપે આજે મેઘરજ ના ઇપલોડા ખાતે મહિલા સંમેલન યોજાયું હતું આ સંમેલન માં અર્બુદા સેના ગુજરાત ઉપધ્યક્ષ એનડી ચૌધરી,ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા,તાલુકા સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ,જ્યોતિકા પટેલ,દુર્ગા પટેલ,સ્મિતા પટેલ મેઘરજ તાલુકા ભાજપ અધ્યક્ષ અનિલ પંચાલ,શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટી અનિલ પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા