બાબરાના તાપડીયા આશ્રમ ખાતે પૂ. મહંત ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક સમુદાયે હાજરી આપી હતી. શરુઆતમાં ગુરુપૂજન અર્ચન અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતભરમાંથી જંગી સંખ્યામાં સેવકો ઉમટી પડયા હતા. આ પ્રસંગે સેવકોએ શાલ ઓઢાડી, ફુલહાર કરીને બાપુનું સન્માન કર્યું હતું.ઘનશ્યામદાસબાપુએ એમના ગુરુ દયારામબાપુની પૂજા કરી ધજા ચડાવી હતી. ભક્તોએ મહાપ્રસાદ લીધા બાદ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. બાબરા, અમરાપરાના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ