અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શાંતિપુરા ગામે મહિલાની હત્યા થઇ હોવાનો બનાવ સામે આવ્યો, ટીંટોઈ પોલીસે અજાણ્યા શક્સ સામે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી
છેલ્લા કેટલાક સમય થી અરવલ્લી જિલ્લા માં હત્યા ના ગુન્હા માં વધારો થતો ગયો છે ત્યારે મેઘરજ ના શાંતીપુર ગામે ઘરમાં એકલી રહેતી મહિલા ના માથાના ભાગે ઇજા કરી મોત નિપજાવ્યું હોવાની ઘટના સામે આવી છે
વાત છે મોડાસા ના ટીન્ટોઇ પોલીસ સ્ટેશન હેઠળ ના અને મેઘરજ તાલુકા ના શાંતીપુરા ગામ ની તારીખ 20 ઓક્ટોબર ના રોજ રાત્રી દરમિયાન બાલકૃષ્ણ નાનજી ભાઈ ખરાડી ના પત્ની મંજુલા બેન ઘરમાં એકલા હતા ત્યારે રાત્રી ના કોઈપણ સમયે કોઈ અજાણ્યા શખ્સો એ એકલતા નો લાભ લઇ મંજુલા બેન ના માથા ના પાછળ ડાબી બાજુએ કોઈ હથિયાર વડે ઇજાઓ પમાડી ને મોત ને ઘાટ ઉતારી છે
સમગ્ર બાબતે આસપાસ રહેતા લોકો ને મંજુલા બેન ના ઘરે કોઈ ઘટના બની હોય એમ લાગતા તમામ એકઠા થયા ત્યારે તેઓએ જોયું કે બાલકૃષ્ણ ખરાડી નું મકાન અને જામ્પો ખુલ્લો હતો એકઠા થયેલા લોકો એ ઘરમાં જઈ તપાસ કરતા મંજુલા બેન નીચે ઢસડાઈ પડેલા હતા અને માથા ના પાછળ ના ડાબા ભાગે મોટા ઘા જોવા મળ્યા ,માથા માંથી પુષ્કળ પ્રમાણ માં લોહી નીકળતું હતું તરતજ ગ્રામજનો એ 108 ને જાણ કરી મંજુલા બેન ની તપાસ કરતા તેઓનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું
સમગ્ર ઘટના અંગે અમદવાદ રહેતા મંજુલાબેન ના પુત્ર હિંસાગર ખરાડી ને જાણ કરી ને ટીંટોઇ પોલીસ ને પણ જાણ કરી હતી,ટીંટોઇ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી બીજા દિવસે સવારે પંચનામું કરી મૃતદેહ ને મોડાસા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પીએમ માટે ખસેડયો હતો અને અજણાયા શખ્સો વિરુદ્ધ મોત નિપજાવવા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે