કેશોદ વોર્ડ નંબર આઠના લોકોના નાના મોટા કામને સરળ અને ઝડપી બનાવવા તેમજ લોકસેવાના ઉદેશ્ય સાથે “સ્વ. હરદાસભાઈ મેસુરભાઈ ભોપાળા મેમોરીયલ” જનસેવા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય દેવાભાઇ માલમના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. ચિરાગભાઈ હરદાસભાઈ ભોપાળા પોતાના મત વિસ્તારમાં નિ:શુલ્ક ઓનલાઈન,ઓફલાઈન,ફોર્મ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે આજરોજ કાર્યલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં જુનાગઢ જીલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા,નગરપાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, દિનેશભાઈ ખટારીયા સહીત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકોએ જીવીબેન હરદાસભાઇ ભોપાળાની કામગીરીને બીરદાવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ