BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રાજ્યભરમાં થઈ રહેલા વકીલો પર હુમલા બાબતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરી

ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો સભ્યો તથા મહિલા વકીલશ્રીઓ ઉપસ્થિત રહી નાયબ કલેકટર ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું

ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રાજ્યભરમાં થઈ રહેલા વકીલો પર હુમલા બાબતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરી

 

ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો સભ્યો તથા મહિલા વકીલશ્રીઓ ઉપસ્થિત રહી નાયબ કલેકટર ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું

રાજ્યભરમાં જામનગર અમરેલી ભાવનગર કચ્છ વિગેરે જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલા બાબતે આજરોજ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેકટર ઝઘડિયાને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા રજૂઆત કરી હતી.

ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યમાં વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘટક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર સોસિયેશન માંથી સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે, તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે એડવોકેટ્સ આપણા કાનુની પ્રણાલી નો અભિન્ન ભાગ છે, જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે, દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા માટે સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે, અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહેતા આવેલા છે, હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ (વકીલ સુરક્ષા અધિનિયમ) પસાર કરવાની તાત્કાલિક જરૂર છે, જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીં, વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈ કામ કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેમના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન હાલના સમયમાં અમલ લાવવું જરૂરી થઈ પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું, હિંસાના બનાવો તાકતાં તેમને જણાવ્યું હતું કે અનેક વકીલો ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે, જેનાથી તેમને ન્યાય સેવામાં અટકાવ થયેલ છે, જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલના મર્ડર થયેલ છે, અમરેલી કોર્ટમાં વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રીમાયસીસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવેલ છે, ભાવનગર, કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો ઉપર ઘણા હુમલા અને ખોટી ફરિયાદ કરવાના બનાવો સામે આવી રહ્યા છે, વકીલોએ તેમના કામ દરમિયાન અનેક વખત ધમકી અને દુર વ્યવહારોનો સામનો કર્યો છે, જેનાથી તેમની વ્યવસાયિક અને વ્યક્તિગત સુરક્ષા પણ મોટું જોખમ ઊભું થયું છે, અમરેલીના ધારી તાલુકામાં એડવોકેટ રવિ ત્રિવેદી સાથે વ્યવસાયીક આદાવત રાખીને તેઓની માતાનું મર્ડર કરવામાં આવ્યું હતું અને હાલમાં જ ખુલ્લી અદાલતમાં તેઓને અન્ય કોઈ આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલી છે, તેમ જ અમરેલી ખાતે એડવોકેટના પિતા પુત્રી સામે પણ પોલીસને ખોટી ફરિયાદ કર્યા અંગેના બનાવ તેમજ ભાવનગરના અન્ય એડવોકેટ સામે પણ ખોટી અપાયેલ ફરિયાદ વ્યવસાયીક અદાવતમાં કરાય હોવાનું ધ્યાને આવેલ છે, વકીલો અને તેઓના પરિવારની સુરક્ષા જો સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો ન્યાય પ્રણાલી જે આપણા દેશનું અભિન્ન અંગ છે એ ડગમગતા વાર નહીં લાગે તેમ છે, ડરતા ડરતા વકીલો ક્યાં સુધી કાર્ય કરી શકશે, આ બાબતના પ્રશ્નો હાલ સમાજ માટે ખૂબ ગંભીર પ્રશ્નો છે‌. તેમણે વધારાની આવશ્યકતાઓ માટે જણાવ્યું હતું કે વકીલોના વ્યવસાય માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે, વકીલોને તેમની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસાને દૂર વ્યવહાર માટે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી, વકીલ અને તેના પરિવાર પણ હુમલો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી, સારી અને સન્માન જનક ફેસિલિટી વકીલોનું ગૌરવ અને સન્માનમાં વધારો કરી શકે છે, જેથી તેઓએ વિનંતી કરી હતી કે ગુજરાત રાજ્ય વિધાનસભા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ (વકીલ સુરક્ષા અધિનિયમ) તાત્કાલિક પસાર કરે જે વકીલોના હિતને સુરક્ષા કરે અને કાનૂની વ્યવસાયમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરે, ગુજરાતના તમામ જિલ્લાઓની એક જ દિવસે અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆત ધ્યાને લઈ કૃપા કરી સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવા માટે ઝઘડિયા બાર એસોસિયન દ્વારા ઝઘડિયા ના નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

ઈરફાન ખત્રી

રાજપારડી

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button