GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પાલિકા ની આગામી ચુંટણી ની કવાયતો તેજ ઉમેદવારી પત્ર મેળવવા અને કોન્સીયસ ની પ્રક્રિયા હાથ ધરાઈ.

તારીખ ૨૮/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા ની આગામી ચુંટણી ને અનુલક્ષી કાલોલ મામલતદાર કચેરીમાં પ્રથમ દિવસે જ ૫૯ ઉમેદવારી ફોર્મ નો ઉપાડ શરૂ થયેલ છે.કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અને સંભવીત દાવેદારો નુ કોન્સીયસ લેવામાં આવ્યું હતું. જેમાં રાજેશભાઈ પાઠક પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર, સીમા મોહિલે વડોદરા પૂર્વ ધારાસભ્ય, ડો સનમભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી બક્ષી પંચ મોરચો. એમ ત્રણ નિરીક્ષકો પ્રદેશ માંથી આવ્યા હતા અને સંભવીત દાવેદારોની દાવેદારી વાળા પાર્ટીના ઉમેદવારી પત્ર સ્વીકાર્યા હતા. સોમવારે સવારે શરૂ થયેલી આ પ્રક્રીયા મોડી સાંજ સુધી ચાલી હતી. માજી કોર્પોરેટરો સહિત માજી પ્રમુખ અને કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. ચાલુ વર્ષે નવા ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.કાલોલ નગરપાલિકા મા ગત ચુંટણી માં અપક્ષો બહુમતી હતી પણ ભાજપ અપક્ષો ના સથવારે અપક્ષો ને પાર્ટીમાં સમાવી લઈ ને બોર્ડ બનાવવામાં સફળ થયેલ. વર્તમાન ભાજપ કોર્પોરેટર થી સ્થાનિકો ભારે નારાજ છે કે પછી કોઈ અન્ય કારણે ચાલુ વર્ષે ચૂંટણીમાં ઉમેદવારો નો રાફડો ફાટ્યો છે. ૯૨ ઉમેદવારોએ પોતાનો દાવો રજૂ કર્યો છે.ભારતીય જનતા પાર્ટી ના મેન્ડેટ પર ચૂંટણી લડવા વોર્ડ નં ૧ માંથી ૨૬, વોર્ડ નં ૨ માંથી ૧૫,વોર્ડ નં ૩ માં ૧૫, વોર્ડ નં ૪ માંથી ૧૩,વોર્ડ નં ૫ માંથી ૮, વોર્ડ નં ૬ માથી ૧ અને વોર્ડ નં ૭ માંથી ૧૪ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી કેવા ઉમેદવારો પસંદ કરે છે.નગરપાલીકા ના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે એસ.સી ઉમેદવાર માટે અનામત બેઠક છે ત્યારે કાલોલ ભાજપ મીડિયા સેલ ના રમેશભાઈ કોન્ટ્રાકટર કે જેઓ અગાઉ પણ પાલીકા કોર્પોરેટર તરીકે કામ કરી ચૂક્યા છે તેઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે અને તેઓ ચૂંટાય તો પ્રમુખ તરીકેના મુખ્ય દાવેદાર બની શકે છે.ઉમેદવાર પસંદગી મા સામાજીક અને આર્થીક પરિબળો ઊપરાંત અન્ય ક્યા પરિબળો ભાગ ભજવશે તે તો સમય બતાવશે.ત્યારે કાલોલ નગરપાલિકાનો આગામી ચૂંટણી જંગ રસપ્રદ બનશે તેવી સંભાવના છે.

 

Back to top button
error: Content is protected !!