GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેજલપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની મિટિંગમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

 

તારીખ ૦૩/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગતરોજ પોલીસ ઇસ્પેક્ટર એમ.બી.મોઢવાડીયાની અધ્યક્ષતામાં સાંતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર અને એરાલ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા પ્રાપ્ત માહીતી મુજબ મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ) નો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવનાર ૭ તારીખના રોજ ઇદુલ અદહા ની મુસ્લિમ સમાજ ઉજવણી કરશે ત્યારે વેજલપુર ગામે આવનાર બકરી ઈદ ના તહેવાર ને લઈને ગતરોજ શાંતિ સમિતી બેઠક યોજી હતી જેમાં પી.આઈ એમ.બી.મોઢવાડીયા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને પી.આઈ એ જણાવ્યું હતું કે દરેક સમાજ અને દરેક ધર્મના લોકોએ પોતાના તેહવારોની એક બીજા સાથે હળીમળીને ઉજવણી કરવી જોઈએ અને વેજલપુર ગામમાં શાંતિ બની રહે અને દરેક તહેવારોની ઉલ્લાસ ભેર ઊજવણી કરવામાં આવે તેવી અપીલ કરી હતી અને મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઇદના તેહવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવો ન બને તેવી તકેદારી રાખવા જણાવ્યું હતું અને ઇદ તહેવાર દિવસે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ભાગરૂપે બંધોબસ્તમાં પોલીસ પણ હાજર રેહશે તેમ તેઓએ જણાવ્યું હતું ત્યારે ગતરોજ યોજાયેલ શાંતી સમિતીની મિટિંગમાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!