GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ ના ખનીજ માફિયા પિતા પુત્રને ભાગેડુ જાહેર કરાતાં 30 દિવસમાં પ્રાંત અધિકારીની કચેરી સમક્ષ હાજર થવા ફરમાન

તા.02/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના જામવાળી ગામના રહીશ રણુભાઇ દાનાભાઇ અલગોતર તથા વિજયભાઇ રણુભાઇ અલગોતર દ્વારા ગેરકાયદેસર રીતે પોતાના આર્થીક ફાયદા સારુ ખાનગી તેમજ સરકારી સર્વે નંબર વાળી જમીનમાં ખુબ જ મોટા પ્રમાણમાં કાર્બોસેલ, સફેદ માટી તેમજ સેન્ડસ્ટોનનું ખનન, વહન અને વેચાણ કરી ખુબ જ મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરી, જાહેર સંપતિને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન કરતા હોવાથી પ્રથમ સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ પરંતુ તેમ ઉકત ઇસમોએ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલુ જ રાખતા હોવાથી બંને ઇસમોને હાજર કરવા અંગેનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતુ પરંતુ પીઆઇ થાનગઢના અહેવાલ મુજબ આ બંને ઇસમો ફરાર થઇ ગયેલ અથવા છુપાતા ફરતા હોવાથી વોરંટની અમલવારી થઇ શકતી ન હોવાથી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણાએ આજ તારીખ ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૮૪ થી મળેલ સત્તાની રૂએ ઉકત બંને ઇસમો જેમાં રણુભાઇ દાનાભાઇ અલગોતર તથા વિજયભાઇ રણુભાઇ અલગોતરને ભાગેડુ જાહેર કરી ૩૦ દિવસમાં એટલે કે તારીખ ૦૧/૦૭/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨/૦૦ કલાક સુધીમાં હાજર થવા ફરમાવવામાં આવેલ છે ઉકત બંને ઇસમો નિર્દિષ્ટ સમયમાં હાજર નહિ થાય તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫ મુજબ તેઓની મિલકત જપ્તિ કરવા માટેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!