વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા. ૨૧ એપ્રિલ : તાજેતરમાં રાજ્ય સરકારના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી આનંદ પટેલ ( I.A.S. ) ની કચ્છ જિલ્લામાં કલેક્ટર તરીકે બદલી થતાં આજે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પ્રા.શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, પૂર્વ બી.આર.સી. કો. ઓર્ડીનેટર દેવેન્દ્ર પટેલ, સી.આર.સી. યોગેશ પટેલ, મહેશ સિંધવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.