GUJARATJAMNAGARKALAVAD

નવાગામ માં કાલાવડ ની કપુરીયા આર્ટસ & કોમર્સ કોલેજના NSS કેમ્પનું થયુ સમાપન.

 

28 ફેબ્રુઆરી 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર

કાલાવડ શહેરની કપુરીયા આર્ટસ & કોમર્સ કોલેજ તથા સૌરાષ્ટ્ર યુનિર્વસીટીના સંયુકત ઉપક્રમે નવાગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સાત દિવસ કેમ્પ દરમ્યાન વ્યસનમુકિત, બેટી બચાવો બેટી પઢાવો, સ્વચ્છતા અને વિવિધ ગામનાં લોકોને સાંકરી અનેક વિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ હતી.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}
શહેરી જીવન અને ગામડાનું જીવન વચ્ચેનો તફાવત તેમજ ગામડાના લોકોની સાદુ જીવન અને ઉચ્ચ વિચારો ધરાવતું જીવદ જીવવાની શૈલી કેમ્પમાં આવેલ વિધાર્થીનીઓએ શિખેલ હતી. જીવનમાં ભણતર સાથે ગણતર ખુબ જ જરુરી છે. ભણતર નોલેજ માટે છે. પરંતુ પ્રેકટિકલ નોલેજ માટે ગણતર જરુરી છે. કોલેજની ચાર દિવાલમાં જે જ્ઞાન મળે છે તે પુસ્તક્યુ ડીગ્રીનું જ્ઞાન છે, અને કેમ્પમાં દિકરીનું ખરા અર્થમાં ઘડતર થાય છે. લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નો સમજીને સેવાકીય કાર્યો કરે છે. અને અભ્યાસની સાથે સમાજનો અનુભવ કરીને ખરા અર્થમાં નાગરીક તરીકેની તાલીમ મેળવે છે. નાગરીક તરીકેની તાલીમ વર્ગખંડમાં મેળવવા કરતાં જયારે સમાજની વચ્ચે જઇને તેમના પ્રશ્નો જાણીને સાથે રહીને મેળવવામાં આવે તે ખરી કેળવણી છે. પ્રોફેસર અને એન એસ એસ ના પ્રોગ્રામ ઓફિસર સી વી સાકરીયા સાથે આવેલ વિધાર્થીનીઓએ સાત દિવસ ગામડાના કલ્ચરમાં રહીને જીવન શૈલી માણી છે અને ગ્રામજનોને સાથે સાપ્તાહિક કેમ્પ દરમિયાન રોજ સવારે યોગાસન તેમજ પ્રભાત ફેરી, નેત્ર નિદાન કેમ્પ, કેન્સર અવરેનેસ શિબીર, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સર્વ ધર્મ સમભાવ નાટિકા દ્વારા રાષ્ટ્રીય એકતા નો સંદેશ આપતો નાટક તેમજ સાંસ્કૃતિક આધ્યાત્મિક કૃતિઓ તેમજ પ્રાકૃતિક ખેતી અંગે સમજ સહિતના કાલાવડ યોજવામાં આવ્યા… પણ કાયમી અલગ અલગ પ્રોગ્રામો થકી મનોરંજન પણ પુરૂ પાડેલ છે ત્યારે કેમ્પના અંતીમ દિવસે વિદાય લઈ રહેલ વિધાર્થીની અને ગ્રામજનો વચ્ચે પારીવારીક સબંધોની માફક આંખો ભીની થયેલ પણ જોવા મળેલ હતી. વધુમાં અમારા પ્રતિનિધિ ‘ હર્ષલ ખંધેડિયા ‘ સાથેની વાતચીત દરમિયાન કપુરીયા આર્ટસ અને કોમર્સ કોલેજની વિઘાર્થીની એ જણાવ્યું હતું કે અમે નવાગામ એન.એસ.એસ. કેમ્પમાં આવ્યા છીએ. એન.એસ.એસ. એટલે રાષ્ટ્રીય ભાવના સમાજની સેવા કરવી, ભણતરની સાથે ગણતર ખુબ જ જરુરી છે. અમારી કોલેજમાં ભણતરની સાથે ગણતર આપવામાં આવે છે. કોલેજમાં ઇત્તર પ્રવૃતિઓ પણ કરવામાં આવે આ કેમ્પમાં અમને ઘણું બધું નવું નવું જાણવા શિખવા મળ્યું છે. અમને લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળે છે અને ગામના બધા જ લોકો પુરો સમય અમારી સાથે રહે છે. અલબત ગામ પસંદ કરવાના અમુક ચોકકસ ક્રાઇટેરીયા પણ છે. આ કેમ્પ દરમિયાન કોલેજના ઉપ પ્રમુખ લાલજીભાઈ કપુરીયા તેમજ કોલેજના આચાર્ય ડો. ડોબરીયા સાહેબ સહિતના પ્રોફેસર ખાસ હાજર રહ્યા હતાં….

Back to top button
error: Content is protected !!