GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ટપાલ વિભાગની ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની કામગીરી ૭ જુલાઈના રોજ બંધ રહેશે

તા.૪/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ટપાલ વિભાગ દ્વારા અદ્યતન APT ( Advance Postal Technology) એપ્લીકેશન રોલ આઉટ શરુ કરવામાં આવી રહ્યું છે. આ રૂપાંતરકારી પહેલના ભાગરૂપે રાજકોટ ડિવિઝન ખાતેની તમામ કચેરીઓમાં તા.૦૮-૦૭-૨૦૨૫થી નવી સિસ્ટમ અમલમાં આવશે.

આ આધુનિક ડીજીટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત સ્થાનાન્તર કરવા માટે તા.૦૭-૦૭-૨૦૨૫ ( સોમવાર )ના રોજ ડાઉન ટાઈમ નક્કી કરવામાં આવ્યું છે. જેથી તા. ૦૭-૦૭-૨૦૨૫( સોમવાર )ના રોજ કોઈ પણ જાહેર લેણ-દેણ નહિ થાય. આ હંગામી સેવા વિક્ષેપ ડેટા માઈગ્રેશન, સિસ્ટમ ચકાસણી અને કન્ફિગરેશન પ્રક્રિયા માટે જરૂરી છે. APT એપ્લીકેશને વધુ ગ્રાહકલક્ષી બનાવવા માટે રચાયેલ છે. આથી ગ્રાહકોને તેમની મુલાકાતોનું અગાઉથી આયોજન કરવા અને હાલની સ્થિતિમાં સહકાર આપવા રાજકોટ ટપાલ વિભાગે અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!