ANJARGUJARATKUTCH

ભગવાનશ્રી બિરસા મુંડાના જીવન-કવનને જન જન સુધી પહોંચાડવાના આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૨૫ નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની સૂચના મુજબ કચ્છ જિલ્લાના દરેક તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિની જનજાતિ ગૌરવ દિવસ તરીકેની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પ્રાથમિક સંવર્ગ અંજાર તાલુકા અને નગર દ્વારા અંજાર નગર પાલિકા શાળા નં.3 મધ્યે ભગવાનશ્રી બિરસા મુંડાના જીવન-કવનને જન જન સુધી પહોંચાડવાના આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય તેમજ ઓમકાર નાદ અને સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ.મહેમાનોનું શાબ્દિક સ્વાગત ABRSM પ્રાથમિક સંવર્ગ કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયાએ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને ભગવદ્ ગીતાનાં પુસ્તકથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું.કાર્યક્રમનાં મુખ્ય અતિથિ વિજયકુમાર ગામેતી,નાયબ ઈજનેર ,PGVCL અંજાર દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન પરિચય અને તેમના કામો વિશે વિસ્તૃત જાણકારી આપી.મુખ્ય વક્તા ડૉ. અમિતભાઈ પટેલ નગર સંઘચાલક RSS અંજાર દ્વારા કાર્યક્રમને અનુરૂપ ભગવાનશ્રી બિરસા મુંડા વિશે ખૂબ જ પ્રેરણાદાયી વકતવ્ય આપવામાં આવ્યું. ABRSM પ્રાથમિક સંવર્ગ તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ દ્વારા અંતે કાર્યક્રમની આભારવિધી કરવામાં આવી.કાર્યક્રમની પૂર્ણાહુતિ કલ્યાણ મંત્રથી થયેલ. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ABRSM પ્રાથમિક સંવર્ગ અંજાર તાલુકા મહામંત્રીશ્રી પિયુષભાઈ ડાંગરે કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અંજાર તાલુકા અને નગરના હોદ્દેદારો, શિક્ષકો તેમજ આદિજાતિના નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!