ખાટડી દૂધઈ રસ્તો બની ગયો પરંતુ સાઈડ પુરાણ કર્યા વગર કોન્ટ્રાક્ટર પલાયન
બંને સાઈડ પુરાણ કરેલ ન હોય તેમ છતાં પેમેન્ટ ચુકવણી કરી આપવામાં આવી
તા.24/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
બંને સાઈડ પુરાણ કરેલ ન હોય તેમ છતાં પેમેન્ટ ચુકવણી કરી આપવામાં આવી
મુળીના ખાટડીથી દુધઈ નો પેવર રસ્તો છેલ્લા ચાર વર્ષથી મંજુર થયેલ પરંતુ કામ ૨૦૨૪ માં શરૂ કરવામાં આવેલ જે કામ સાયલાના કોન્ટ્રાક્ટરને મળેલ હોય ત્યારે આ રસ્તો બની ગયાને આજે ત્રણ મહિના જેવો સમય થઈ ગયેલ પરંતુ રોડ સાઈડમાં માટી પુરાણ કરવામાં આવેલ ન હોય માટે પહેલા જ વરસાદમાં આ વીસ વર્ષે બનેલ ડામર રોડ તુટી જશેની ભિતી સેવાય રહી છે કોન્ટ્રાક્ટર ને રસ્તો સંપૂર્ણ પૂર્ણ કામ ન થયેલ હોય તેમ છતાં નાણા ચુકવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે અધિકારીઓની પણ મિલી ભગત હોય તેવી ઘટના સામે આવી છે રોડની બંને સાઈડમાં કોઈપણ જાતનું કામ કરવામાં આવેલ ન હોય ત્યારે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે અને હજુ સમય હોય તો તાત્કાલિક સાઈડ પુરાણ કરવામાં આવે તેમ દુધઈ ગામજનોએ જણાવ્યું હતું.