AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં તાપમાન નો પારો ફરી ઉચકાયો,ગરમી વધતા જિલ્લાનાં માર્ગો સુમશાન બન્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં ગરમીથી થોડા અંશે રાહત મળ્યા બાદ ફરી તાપમાનમાં વધારો થવાને કારણે લોકોએ ગરમીથી હેરાન પરેશાન થવું પડી રહ્યું હતુ. જોકે ગુરુવારે 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માં ઘટાડો થતાં લોકોએ થોડા અંશે ગરમીથી રાહત મેળવી હતી.પરંતુ શુક્રવારે ફરી ગરમીમાં વધારો થતાં લોકો હેરાન પરેશાન થવા મજબૂર બન્યા હતા.ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટનાં પગલે રોજેરોજ જનજીવન સહિત પશુ,પંખી અને જંગલી પ્રાણીઓ ત્રસ્ત બની રહ્યા છે.તાપમાનમાં વધારો નોંધાતા ફરવા આવેલ પ્રવાસીઓ પણ અકળાયા હતા.સાપુતારા સહિત ટેન્ટ રિસોર્ટમાં ફરવા આવેલ પ્રવાસીઓએ બપોરનાં અરસામાં કુલિંગ રૂમોમાં જ આરામ ફરમાવ્યો હતો. જોકે ગુરુવારના રોજ ગરમીથી આંશિક રાહત મળી હતી. જેમાં ડાંગ જિલ્લાનાં વઘઈ આહવા અને સુબીર ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અને સાપુતારા ખાતે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ત્યારે ગત બુધવાર કરતા ગુરુવારે તાપમાનમાં ઘટાડો થતાં ડાંગ જિલ્લા વાસીઓએ થોડા અંશે રાહતનો શ્વાસ લીધો હતો.પરંતુ ફરી શુક્રવારના રોજ તાપમાનમાં વધારો થવા પામ્યો હતો. ત્યારે શામગહાન ખાતે 39 ડીગ્રી સેલ્સિયસ તાપમાન, વઘઈ ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, આહવા ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સુબીર ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ તથા સાપુતારા ખાતે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.ત્યારે સતત ગરમીનાં વધારો થવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.લોકો મોટા ભાગે બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળવાનું પસંદ કરી રહ્યા છે…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!