બે વર્ષની બાળકીનું કરોડરજ્જુ ની જન્મજાત ખોડ-ખાંપણ નું સફળતા પૂર્વક ઓપરેશન કરતા પાલનપુરની ખ્યાતનામ ફ્યુચર હોસ્પિટલના ન્યુરોસર્જન ડો.નિર્મલ દેસાઈ
29 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બે વર્ષની બાળકીનું કરોડરજ્જુ ની જન્મજાત ખોડ-ખાંપણ નું સફળતા પૂર્વક ઓપરેશન કરતા પાલનપુરની ખ્યાતનામ ફ્યુચર હોસ્પિટલના ન્યુરોસર્જન ડો.નિર્મલ દેસાઈપાલનપુર માં આવેલી ઉત્તર ગુજરાતની સૌ પ્રથમ મગજ,મણકા અને નસની ફ્યુચર બ્રેઇન એન્ડ સ્પાઈન હોસ્પિટલ આધુનિક ટેકનોલોજી દ્વારા વિવિધ જિલ્લાના અનેક દર્દીઓ આ હોસ્પિટલ નો લાભ લઈ રહ્યા છે મહેસાણા જીલ્લાના સવાલા ગામની બે વર્ષ ની બાળકી ખોખર ફાતેમાને જન્મજાત કરોડરજ્જુ અને મણકા ની ખોડખાંપણ હતી. બાળકી ના જન્મ સાથે જ તેમના પરિવાર જનો એ ડો. નિર્મલ દેસાઈ (ન્યુરોસર્જન ) નો સંપર્ક કરતા જણાવ્યું કે બાળકી ની ખોડખાંપણ નું ઓપેરશન કરવું જરૂરી છે. ૨ વર્ષ થી ઘણા ડોક્ટરોનો સંપર્ક સાધ્યો હતો,પરંતુ તેમને સંતોષ ન થતા પાલનપુર ના જ ડો.નિર્મલ દેસાઈ (ન્યુરો સર્જન)સાહેબનો ફરીથી સંપર્ક કર્યો હતો,તેમને ત્યાં હૈયાધારણ મળતા બાળકીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો અને ફ્યુચર હોસ્પિટલ માં ૬ કલાક ના જટિલ ઓપરેશન ને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું . ડો.નિર્મલ દેસાઈ તથા ફ્યુચર હોસ્પિટલ ના સમગ્ર સ્ટાફ મિત્રો ને આશિર્વચન આપ્યા હતા.