વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા આગામી આવનાર ઇદ અને રામનવમીના તેહવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
તારીખ ૨૮/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પી.આઈ બી.એમ.મોઢવાડીયાની અધ્યક્ષતામાં આગામી આવનાર ઇદ અને રામનવમીના તેહવારોને લઈને શાંતિ સમિતિની મિટિંગ વેજલપુર ગ્રામ પંચાયતન ખાતે યોજાઇ હતી ત્યારે પી.આઈ એમ.બી.મોઢવાડીયા દ્વારા બન્ને સમાજના આગેવાનોને આગામી આવનાર ઇદ ચેતીચંદ તેમજ રામનવમીના તેહવારોને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામ સમાજના આગેવાનો અપીલ કરી હતી કે ગામમાં દરેક સમાજ ના લોકો હરીમરી ને રહે અને ગામમાં તમામ તેહવારોની શાંતિ થી ઉજવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું અને વધુમાં લોકોને નવા કાયદા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં નવા કાયદા અંગે વાત કરતા કહ્યું કે સમગ્ર દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે.૫૧ વર્ષ જૂના સી આર પી સી નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) લેશે. ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) લેશે. મહિલાઓ સાથે જોડાયેલા મોટા ભાગના ગુનામાં અગાઉથી વધારે સજા મળશે.તેમજ સાયબર ક્રાઇમના વધતા બનાવો ને લઈને તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું અને જો તમારી સાથે કોઈ ફોર્ડનો બનાવ બને તો પેહલા ૧૯૩૦ નમ્બર ઉપર જાણ કરવી જેથી ફોર્ડ કરનારનું બેન્ક એકાઉન્ટ લોક કરી શકાય અને તમારી સાથે થયેલ ફોર્ડ ની રકમ પરંત રિકવર કરી શકાય તેમ જણાવ્યું હતું અને યોજાયેલ સાંતી સમિતીની મિટિંગમાં ખાસ અપીલ કરવામાં આવી હતી કે વેજલપુર ગામમાં શાંતિ બની રહે અને દરેક તહેવારો ઉલ્લાસ ભેર ઉજવવામાં આવે તેવી અપીલ કરી હતી અને તેહવારો દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવો ન બને તેવી તકેદારી રાખવા જણાવ્યું હતું આમ આજ રોજ યોજાયેલ શાંતી સમિતીની મિટિંગમાં બન્ને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.