વેજલપુર ગામના મસ મોટા દબાણો દૂર કરવા ઉચ્ચ કક્ષાએથી ગ્રામ પંચાયતને આદેશ આપ્યા.દબાણો દુર થશે ખરા?
તારીખ ૧૪/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં છેલ્લા કેટલાક વર્ષો થી મસ મોટા દબાણોના કારણે ટ્રાંફિક જેવી સમસ્યાઓ ઉભી થતી હોય છે તેમજ ગર નાળા ઉપર પણ કેટલાક ઈસમોએ મસ મોટા પાકા બાંધકામ કરીને દબાણો કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર સમસ્યાઓ દૂર કરવામાં આવે તે માટે વેજલપુર ગામના એક જાગૃત નાગરિક દ્વારા તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત કાર્યક્રમ કરેલ અરજીના અનુસંધાનમાં પંચમહાલ જિલ્લાના કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અરજદારે કરેલ દબાણ અંગેની અરજીના અનુસંધાનમાં વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં થયેલા મસ મોટા દબાણો જેમાં રસ્તા પેકીના દબાણો લોખડના કેબીનો ગરનાળા ઉપર દબાણ કરોને ગરનાળા ઉપર થયેલા પાકા દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચના અનુસાર વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા માટે તારીખ:-૨૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી ત્યારે આગામી દિવાળી જેવા તહેવાર આવતા હોવાથી દબાણો દૂર કરવાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી અને વધુમાં પ્રાંત કલેક્ટર દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટીને જરૂરી સૂચના આપીને તમામ દબાણદારો નોટિસો આપવામાં આવે અને વધુમાં અરજદારે કરેલ અરજીમાં જણાવ્યા મુજબના તમામ સ્થળો ઉપરના દબાણદારો ને નોટિસો આપવા સૂચનો કરવામાં આવ્યા હતા ત્યારે વેજલપુર ગામમાં પ્રગતિના પંથ ઉપર રસ્તાની આજુ બાજુ મસ મોટા દબાણો ઉભા કરવામાં આવ્યા છે અને વધુમાં ગર નાળા ઉપર પણ કેટલાક પાકા દબાણો કરીને તંત્રની આખમાં ધુર જાઝખવાની કામગીરી સામે વહીવટી તંત્ર લાચાર કેમ હતું ત્યારે ગુજરાતીમાં એક કહેવત મુજબ દેર આયા દુરસ્ત આયા ત્યારે આખરે એક જાગૃત નાગરિક દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતના વહીવટી તંત્રના કાન આમળીને તેમની ફરજ યાદ કરાયી હતી અને અરજદાર છેલ્લા કેટલાક વર્ષો થી ગેરકાયદેસર મસ મોટા અને પ્રગતિ પંથ ઉપર થયેલા દબાણો દૂર કરવાની લડત લડી રહ્યા હતા આખરે ઉચ્ચ કક્ષાએ દબાણો દૂર કરવા માટે કરેલ કાર્યવાહી ને લઈને વેજલપુર ગ્રામ પંચાયત વહીવટી તંત્રને માઠું જરૂર લાગ્યું હતું અને દબાણો બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા તેમ છતાં તેમના હાથમાં નિરાશા હાથ લાગી હતી અને આખરે ગ્રામ પંચાયતના વહીવટી તંત્ર ઉપર દબાણો દુર કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના આદેશ બાદ આખરે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને નોટિસો આપવામાં આવી હતી અને મુખ્ય માર્ગની આસ પાસ સુરેલી જતા રસ્તા ઉપર ગ્રામ પંચાયત પાસે ફોરેસ્ટ ઓફિસ પાસે પોસ્ટ ઓફિસ પાસે પોલીસ સ્ટેશન આગળ મળીને અંદાજીત ૬૧ કેબીનો જે ગેરકાયદેસર મૂકીને પ્રગતિ પંથ ઉપર દબાણો કરવામાં આવ્યા છે તેમજ ગામમાં જતા મેંન બજારમાં ગળ નાળા ઉપર પાકા બાંધકામ કરીને મસ મોટા દબાણો કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ દબાણ દુર ના થાય તે માટે અમુક વચેટીયાઓ દ્વારા એડી ચોંટીનું જોર લગાવ્યું હતું પણ જિલ્લાના જાબાઝ અધિકારીઓ દ્વારા દબાણો દૂર કરવા માટે સૂચનો કર્યા હતા ત્યારે આખરે વેજલપુર ગ્રામ પંચાયતના જાબાઝ અને સિંઘમ જેવી છાપ ધરાવનાર તલાટી આર.સી.ભોઈ દ્વારા કોઈના પણ દબાવમાં આવ્યા વગર તમામ દબાણદારો નોટિસો ફટકારીને દબાણો દૂર કરવા માટે કાર્યવાહી ૧૯ તારીખના રોજ દબાણદારો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરનાર છે અને આ બાબતે તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પણ લેખીત જાણ કરી છે.ત્યારે શું ૧૯ તારીખે દબાણો દુર થશે ખરા? કે પછી જુમલા બાઝી કરીને દેખાવ પુરતાજ દબાણો દૂર કરીને કાગળો ઉપર સમગ્ર દબાણો દૂર બતાવીને ક્યાંકને ક્યાક અરજદારની દબાણ અરજીનો નિકાલ કરશે તે હવે જોવું રહ્યું