DAHOD CITY / TALUKOGUJARAT

ઝાલોદ વસંત મસાલામાં કામ કરતા વર્કરોની આરોગ્ય દ્રારા તપાસ કરવામાં આવી હતી 

તા.૧૯.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ વસંત મસાલામાં કામ કરતા વર્કરોની આરોગ્ય દ્રારા તપાસ કરવામાં આવી હતી

રાષ્ટ્રિય એઈડ્સ નિયંત્રણ અંતર્ગત (NACO) તેમજ ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના મા.ર્ડો. રાજેશ. ગોપાલ, એડીશનલ પ્રોજેકટ ડાયરેકટરની સુચના અન્વયે મેઈનસ્ટ્રીમીંગના ભાગરુપે ઈન્ડસ્ટ્રીસ એરીયામાં મંજુરી કામકરતા અને સ્થળાંતર થયેલ અશિક્ષિત મંજુર વર્કરોમાં આરોગ્યલક્ષી જનજાગૃતિ લાવવા તેમજ આરોગ્ય તપાસ માટે દાહોદ જિલ્લાના માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટિલાવત અને માન.ડી.ટી.એચ.ઓ. ડૉ.આર.ડી.પહાડીયા ના માર્ગદર્શન મુજબ તા.૧૬.૦૪.૨૦૨૪ ના રોજ ઝાલોદ તાલુકા ખાતે કાર્યરત વસંત મસાલા કંપનીમાં આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં તાલુકા હેલ્થ અધિકારી.ર્ડા.તુષાર ભાભોર સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડીના M.O., CHO, Pharmacist, Staff nurse, F.H.W., MPHW, Labtech PHC SBCC ટીમ વગેરે સ્ટાફની મેડીકલ ટીમ તૈયાર કરવામાં આવેલ. રકતપિતના મેડીકલ ઓફીસર ર્ડા.અલ્પના.જૈન તેમજ પી.એમ.ડબલ્યુ દવારા રકતપિતની તપાસ કરવામાં આવી. જિલ્લા ક્ષય કેન્દ્ર NTEP માં ફરજ બજાવતા એસ.ટી.એસ. અને એસ.ટી.એલ.એસ દવારા તમામ મજુર વર્કરોની ટીબીની તપાસ કરવામા આવેલ. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ICTC&STI સેન્ટરમાં ફરજ બજાવતા કાઉન્સેલર અને લેબટેકનીશીયન દવારા કાઉન્સેલીંગ કરી કુલ-૧૨૬ મજુર વર્કરો અને સ્ટાફના HIV, SYPHILIS, SICKLECELL, RBS, HBsAg, TB, LEPROSY & B.P. વગેરે ની આરોગ્ય તપાસ કરવામા આવેલ.જીસેકસ અમદાવાદ દ્રારા દાહોદ જિલ્લામાં કાર્યરત T.I. (N.G.O.) ટાર્ગેટ ઈન્ટરવેશન પ્રોજેકટ ના પ્રોજેકટ ડાયરેકટર તેમજ અન્ય સ્ટાફ દવારા કેમ્પમાં સહયોગ આપવામાં આવેલ.દાહોદ જિલ્લામાં કાર્યરત દીશા ડાપકુ ખાતે ફરજ બજાવતા CSO કોમલ પટેલ અને Programe Assistant, ડાપકુ સ્ટાફ તેમજ વસંત મસાલા, ઝાલોદના મેનેજર અને PHC SBCC ટીમ તમામ આરોગ્ય સ્ટાફના સહયોગથી કુલ-૧૨૬ વર્કરોની આરોગ્ય તપાસ કેમ્પ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!