IDARSABARKANTHA

ઈડર કોંગ્રેસે રાહુલ ગાંધીના સર્થનમાં સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ ધરણાં યોજ્યા…

ઈડર કોંગ્રેસે રાહુલ ગાંધીના સર્થનમાં સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ ધરણાં યોજ્યા…

 

ધરણાં પર બેસીને વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે ડિટેઈન કર્યા…

 

થોડા દિવસો અગાઉ કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે જ્ઞાતિ વિરૂદ્ધ ટિપ્પણી કરવા બદલ માનહાનીના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી અને આ સાથે રાહુલ ગાંધીની લોકસભાના સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરવામા આવી હતી ત્યારે આ મામલે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર દેશમાં વિરોધ દર્શાવ્યો છે જેને લઈ ઈડર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તિરંગા સર્કલ પાસે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ થકી ધરણાં કાર્યક્રમ યોજી લોકશાહી બચાવો દેશ બચાવો તેમજ લોકશાહીનું રક્ષણ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રની ભાજપ સરકારનો વિરોધ નોંધાવતા ઈડર પોલીસે કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોની ડિટેઈન કરી ઈડર પોલીસ મથકે લઈ જવાયા હતા જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રસિંહ કુંપાવત અને રામભાઈ સોલંકી તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ પંચાલ,શહેર કોંગ્રેસ પ્રમુખ છગનજી વણઝારા તથા શહેર અને તાલુકામાંથી આવેલા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

 

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!