સગાઈ કરેલી છોકરીને ભગાડી જવા બાબત ગેર કાયદેસર મંડળી રચી એક સંપ કરી લાકડીઓ વડે 10 થી 12 ઈસમોએ લાકડીઓ વડે હુમલો કરતા ફરીયાદ
તારીખ ૨૨/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ મથકે રીંછિયા આંટા ગામે રહેતા ભારુભાઈ હિંમતભાઈ ઠંડીયાભાઈ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો છોકરો નરેશભાઇ નાઓ નાંદરખા ગામે રહેતા વિનુભાઇ ભીમાભાઇ રાઠવા ની છોકરીને ભગાડી ગયેલ હોય અને લગ્ન કરી લીધેલા હોય વિનુભાઇ ભીમાભાઇ રાઠવા ની છોકરી નો સબંધ પંડયાપુરા ગોધરા તાલુકા ખાતે રહેતા નાયકાભાઇ રડતિયાભાઇ રાઠવાના છોકરા શૈલેષભાઈ જોડે નક્કી થયેલ હોય તેની અદાવત રાખી તા ૧૫/૦૪ ના રોજ સવારે ૬:૧૫ કલાકે ફરિયાદી દૂધ ભરીને આવતા હતા ત્યારે આરોપીઓ (૧) રતિલાલ કાનસીંગભાઈ રાઠવા (૨) ભારતભાઈ નેવલાભાઈ રાઠવા (૩) સનાભાઈ રડતીયાભાઈ રાઠવા (૪) નિતેશભાઈ રમેશભાઈ રાઠવા (૫) દિનેશભાઈ નેવલાભાઈ રાઠવા (૬) મહેશભાઈ સેવજીભાઈ રાઠવા (૭)નાયકાભાઈ રડતીયાભાઈ રાઠવા તથા બીજા પાંચેક માણસો તમામ રહે.પંડયાપુરા ગોધરા તાલુકા ના જેમાં અમુક જણા હાથમાં લાકડીઓ સાથે એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ઇકો ગાડી નં જિજે-૧૭-૪૩૪૨ તથા ત્રણ મોટર સાયકલો લઇ આવી ફરિયાદીના પુત્ર (૧)દિલીપભાઈ ભારુભાઈ રાઠવાને શરીરે કમરે ઈજાઓ થતાં લોહી નીકળ્યું હતું તથા ભાઈ (૨)રમણભાઈ હિંમતભાઈ રાઠવા ને બન્ને હાથે ઈજાઓ પહોંચાડી (૩) લીલાબેન રમેશભાઈ રાઠવાને હાથે ઈજાઓ પહોંચાડી, ફરીયાદી સાથે ગાળા ગાળી તથા ઝગડો તકરાર કરી લાડકીઓ વડે માર મારી તથા તમામને ગડદાપાટુનો માર મારી ફરીયાદીના ઘરમાં ફ્રીઝ ,પેટી પલંગ દિવાલ ને તોડફોડ કરી નુકશાન કરતા ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.