GUJARATMODASA

અરવલ્લી જીલ્લાનાં વધુ ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) વાસણા મોટા,ખડોદા અને નાનાવાડા ને NQAS સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લાનાં વધુ ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) વાસણા મોટા,ખડોદા અને નાનાવાડા ને NQAS સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત.

અરવલ્લી જીલ્લાનાં બાયડ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-વાસણામોટા, મોડાસા તાલુકાના AAM-ખડોદા અને માલપુર તાલુકાના AAM-નાનાવાડા ને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટિફિકેટ એનાયત કરાયાં છે.

 

આયુષ્માન આરોગ્ય મંદિર(પેટા આરોગ્ય કેન્દ્ર)ને દિલ્હીની એનએચએસઆરસીની ટીમ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, ડૉ.જયેશ એચ.પરમારના માર્ગદર્શન હેઠળ NQAS એસેસમેન્ટ કરાયું હતું. જેમાં આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાની પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સંભાળ, નવજાત શિશુની સારસંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીની પૂરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ, રોગચાળા દરમિયાન આપવાની થતી સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ તેમજ ઓપીડીની સેવાઓ, ડિલિવરીની સેવાઓ, તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ક્વોલિટીના ૧૨ માપદંડો ચકાસી અરવલ્લી જીલ્લાનાં બાયડ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-વાસણામોટા ને ૯૪.૮૨%, મોડાસા તાલુકાના AAM-ખડોદાને ૯૧.૨૬% અને માલપુર તાલુકાના AAM-નાનાવાડાને ૯૦.૨૪% મૂલ્યાંકન સાથે અરવલ્લી જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનાં આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં છે.જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. રાજીવ બરંડા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ધર્મેન્દ્ર પુવાર, ડૉ.યજ્ઞેશ નાયક, ડૉ.જે.કે.પ્રણામી અને મેડિકલ ઓફિસર,કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સહિત કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ ધ્યાને લઈ આ સિદ્ધિ મળી છે.

Back to top button
error: Content is protected !!