BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
મુલદ ટોલ પ્લાઝા પર મારામારી, વીડિયો વાયરલ:બેરિકેડ હટાવવાના વિવાદમાં કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ કર્મચારી પર હુમલો કર્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના નેશનલ હાઇવે 48 પર આવેલા મુલદ ટોલપ્લાઝા પર મારામારીની ઘટના સામે આવી છે. ટોલપ્લાઝા પર બેરિકેડ હટાવવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ ટોલ કર્મચારી પર હુમલો કર્યો હતો.
26 એપ્રિલ 2025ની રાત્રે લગભગ 10:45 વાગ્યે આ ઘટના બની હતી. હ્યુન્ડાઈ NIOS કારમાં આવેલા વ્યક્તિઓએ બેરિકેડ હટાવવાની બાબતે વિવાદ કર્યો હતો. વિવાદ વધતા તેઓએ ટોલ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી હતી.
સમગ્ર ઘટના ટોલપ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં ચાર લોકો ટોલ કર્મચારીને માર મારતા સ્પષ્ટ દેખાય છે. અન્ય ટોલ કર્મચારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજનો આધાર લેવામાં આવી રહ્યો છે.