GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKOKALAVADLALPUR

સોલીડારીડાડ સંસ્થા દ્વારા જામનગર માં ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા બાબતે તાલીમ યોજાઈ

24 માર્ચ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

સોલીડારિડાડ સંસ્થા દ્વારા અમલિકૃત અને નાયરા એનર્જી કંપનીના સામાજીક વિકાસની જવાબદારીઓ અંતર્ગત ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા અને લાલપુર તાલુકાના ૨૭ જેટલા ગામોમાં ખેડૂત અને ખેતીના વિકાસ માટે ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ખેતીને પુનર્જીવિત કરવા ચાલતા કાર્યક્રમોમાં ખાસ કરીને મહિલા ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવા ના ઉદ્દેશ્ય સાથે મહિલાઓ માટે ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા બાબતે જાગૃત કરવા સોલીડારીડાડ ટીમ ના અધિકારીઓને તાલીમ આપવામાં આવી.

જેમાં જામનગર જીલ્લા ના લાલપુર અને ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં કાર્યરત સોલિડારીડાડ સંસ્થા દ્વારા પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રીજનએગ્રીના ઉદ્દેશ્યથી કાર્ય કરવામાં આવી રહ્યા છે જે કાર્યક્રમ અંતર્ગત આજે ખેડૂતો અને ખેડૂત પરિવારોને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહિલા ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા મહિલા મંડળો સાથે વિવિધ વિષયોની તાલીમ પ્રેરણા પ્રવાસ આજીવિકા માં વૃદ્ધિ કૌસલ્ય વર્ધન અને આર્થિક સાક્ષરતા અને ડિજિટલ લિટરસી બાબતે કાર્યો કરવાના ભાગ રૂપે સોલીડારીડાડ સંસ્થાના કાર્યકરોને મહિલાઓ માટે ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા બાબતે તાલીમ આપવા ના હેતુથી ટીમ ની ક્ષમતા વધારવા તાલીમ નું આયોજન કરેલ. જે તાલીમ માં જામનગર દેવભૂમિ દ્વારકા બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જીલ્લા ના 24 જેટલા લોકોએ ભાગ લીધો હતો

આ તાલીમ માં નોયડા સ્થિત સમાવિત વિકાસ પ્રા. લી કંપનીના રિસોર્સ પર્સંન સચિન કુમાર અને અતુલ કશ્યપ દ્વારા તાલીમ આપવામાં આવેલ જે તાલીમ માં પોતાના કાર્યક્ષેત્રની મહિલાઓ ને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા બાબતે વિવિધ પ્રકારની તાલીમો આપવામાં વિવિધ મુદ્દાઓ પર બે દિવસની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ માં સોલિડારીડાડ દિલ્હી ઓફીસ થી અર્જુન ફિલિપ્સ મેનેજર જેન્ડર અને શ્વેતા મેડમ એ હાજરી આપી હતી જ્યારે નાયરા એનર્જી કંપનીના સામાજીક વિકાસની જવાબદાર ટીમના નીતીશ ઘડાજે સિનિયર મેનેજર અને પદમ જૈન એડવાઈઝર એ હાજરી આપી તાલીમ માં સહભાગી બન્યા હતા..

કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કાર્યક્રમનું સંચાલન અને સંકલન રાજકુમાર સાહુ આસિસ્ટન પ્રો. મેનેજર દ્વારા કરવામાં આવેલ જેમાં સંસ્થાના સિનિયર મેનેજર સંજીવ રાઠોડ પ્રોજેક્ટ મેનેજર કુમાર રાઘવેન્દ્ર અને નાયરા કંપની ના સામાજીક વિકાસના દાયતત્વની ટીમના મેનેજર અવિનાશ રાવલ તેમજ મુખ્ય અધિકારી વિકાસ સાહેબ અને નાયરા સી.એસ.આર ટીમનું માર્ગદર્શન ખુબજ ઉપયોગી રહ્યું. એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!